Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

મતદાનરૂપી ફરજ પૂર્ણ કરતા ''અકિલા''ના અમદાવાદના પ્રતિનિધિ કેતન ખત્રી

રાજકોટ : આજે વિધાનસભાની બેઠક માટે બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. જેમાં સવારથી જ મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ સામાજીક આગેવાનો શહેરીજનો મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ''અકિલા'' સાંધ્ય દૈનિકના અમદાવાદના પ્રતિનિધિ શ્રી કેતનભાઇ ખત્રીએ અમદાવાદ ખાતેના મતદાન મથકે મતદાન કરીને મતદાન રૂપી ફરજ પૂર્ણ કરી હતી. આ તકે પત્રકાર કેતનભાઇ ખત્રીએ સૌ મતદારોને મતદાન અવશ્ય કરવા માટે અપીલ કરી હતી. શ્રી કેતનભાઇ ખત્રી ઉપરાંત તેમના પત્ની રીનાબેન ખત્રી તેમના સુપુત્ર ગૌરવ ખત્રી અને સુપુત્રીએ મતદાન કર્યુ હતું.

આ ઉપરાંત અમદાવાદમાં કેતનભાઇ ખત્રીના સગા-સંબંધીઓ ૩ર વર્ષના વૃશાંક મહેતા, ર૬ વર્ષના ક્રિશભ મહેતા, રર વર્ષના પ્રકાશ મહેતા અનેરી મહેતા અને ૮૬ વર્ષીય ભાનુબેન મહેતાએ મતાધિકારીનો ઉપયોગ કરીને મતદાન કર્યુ હતું.

(4:59 pm IST)