Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

'હરેક્રિષ્ના': શ્રીલાપ્રભુપાદની જીવન યાત્રા અંગે દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ

અમદાવાદઃ અમેરિકન ફિલ્મ દિગ્દર્શક જ્હોનગ્રેસ્સર દ્વારા જીન ગ્રેસ્સર અને લોરેન રોસસાથે મળીને વિશ્વના ફિલ્મ જગત સમક્ષ એક ક્રાંતિકારી દસ્તાવેજી ફિલ્મ ''હરે ક્રિષ્ના''! ધ મંત્ર, ધ મુવમેન્ટ એન્ડ ધસ્વામી હુ સ્ટાર્ટેડ ઇટ ઓલ રજૂ કરવામાં આવી છે.

ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય પૂજ્યસ્વામી શ્રીલાપ્રભુપાદની જીવન યાત્રા ઉપર આધારિત આ ફિલ્મનું નિર્માણ કોરેલ ટેપર અને જેસીકા હેનરિચ કર્યુ છે. ફિલ્મમાં સ્વામી દ્વારા ૧૯૬૦માં અમેરિકામાં પ્રારંભથી કરાયેલી શરૂઆતને દર્શાવેલ છે. આ ફિલ્મને તમામ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટીવલમાં રજૂ કરવામાં આવી હતી અને તેને પ્રસિધ્ધ ૨૦૧૭નું ફિચર કોમ્પીટીશનજ્યુરી પ્રાઇઝ પણ મળ્યું છે.

આ ફિલ્મમાં કોઇ સંપ્રદાયને અનુસરવાથી ઊભા થતા સંશયો અને ભય અંગે સમાંતરપણે વાત કરવામાં આવી છે વિવિધ ઐતિહાસિક તથ્યોને તથા શરૂઆતના અનુયાયીઓ સાથેના વાર્તાલાપને સ્વામી પ્રભુપાદના રેકર્ડ થયેલા અવાજમાં આવરી લેવામાં આવ્યા છે.

(12:45 pm IST)