Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સુરતના માંગરોળ-નાનીફળી ગામે 10 દિવસથી શિકારની શોધમાં આવતી દીપડી પાંજરે પુરાઈ

મરઘીના શીકારની લાલચમાં આવતા દીપડી પાંજરામાં કેદ થઈ ગઈ

સુરત : જિલ્લાના માંગરોળ તાલુકાના નાનીફળી ગામે છેલ્લા ૧૦ દિવસથી મરઘાનો શિકાર કરવા આવતી દીપડી પાંજરે પુરાતા વન વિભાગે દીપડીને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરી હતી.

 આ અંગે મળતી વિગત મુજબ નાનીફળી ગામના ખેડૂત સુરેશ ગામીતના વાડામાં છેલ્લા ૧૦ દિવસથી માંદા દીપડી આટાફેરા કરી ૧૫ જેટલી મરઘીઓનો શિકાર કર્યો હતો. આ બાબતે ખેડૂતે માંગરોળ સામાજિક વનીકરણની કચેરીને લેખિત જાણ કરતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ગત રાત્રીના સુમારે દીપડી મરઘીના શીકારની લાલચમાં આવતા પાંજરામાં કેદ થઈ ગઈ હતી.  

    વન વિભાગના અધિકારીઓએ દીપડીનો કબ્જો લઇ તેને માઈક્રો ચિપ લગાવીને જંગલમાં મુક્ત કરી હતી. દીપડી ઝડપાઇ જતા ગામ તેમજ ફળિયાના રહીશો ભયમુક્ત થયા હતા.

(12:18 pm IST)