Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

સુરતઃ ૧૮ વર્ષના યુવકના હૃદય-કિડની-લીવર અને ચક્ષુદાનની ૬ વ્યકિતઓને નવજીવન

સુરતથી નવી દિલ્હીનું ૧૧૫૮ કિ.મી.નું અંતર ૧૭૭ મીનીટમાં કાપી હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ થયુ

સુરત, તા.૧૪: સુરત શહેરમાંથી ૧૯મા હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. ઉધના વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષની ઉંમરના બ્રેનડેડ યુવકના હ્રદય, કિડની, લિવર, અને ચક્ષુઓનું દાન કરી ૬ લોકોને નવજીવન આપવામાં આવ્યું છે. પરિવારજનોએ દીકરાના અંગોનું દાન કરી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી છે. જયારે યુવકના હ્રદયને નવી દિલ્હી ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. હ્રદયને સુરતથી નવી દિલ્હીનું ૧૧૫૮ કિમીનું અંતર ૧૭૭ મિનિટમાં કાપી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

ઉધના વિસ્તારમાં આવેલા ઓમશ્રી સાંઈ જલારામ નગરમાં મૂળ અમદાવાદ જિલ્લાનો મિહિર ભારતભાઈ પટેલ (ઉ.વ.૧૮) પરિવાર સાથે રહેતો હતો. અને મોરાભાગળ હજીરા રોડ ઉપર આવેલા આઈટીઆઈમાં ડિઝલ મિકેનીકલના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. ગત ૧૦ સપ્ટેમ્બરના મિહિર સાંજે ૪.૩૦ કલાકે પરીક્ષા આપીને કોલેજથી બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે હજીરા રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલપંપ પાસે એક ડમ્પર ચાલકે ઓવરટેક કરવા જતા બાઈકને ટક્કર લાગતા મિહિર બાઈક ઉપરથી નીચે પડી ગયો હતો. અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું . અને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

હ્રદય દિલ્હી, કિડની-લિવર અમદાવાદ મોકલાયું

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નીલેશ માંડલેવાલાએ અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિસ અને રિચર્સ સેન્ટરનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું હતું. જયારે હ્રદયના દાન માટે ગુજરાતની હોસ્પીટલમાં હ્રદયના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈપણ દર્દીના હોવાને કારણે ગુજરાતની ટ્રાન્સપ્લાન્ટ ઓર્થોરાઈઝેશન કમિટીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ROTTO મુંબઈનો સંપર્ક કર્યો હતો. ROTTO મુંબઈ દ્વારા જુદા જુદા રાજયોનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ ત્યાં કોઈ દર્દી ન હોવાને કારણે દિલ્હીમાં NOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. NOTTO દ્વારા હ્રદય નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલને આપવામાં આવ્યું હતું. નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલની ટીમે સુરત આવી હ્રદયનું દાન સ્વીકાર્યું હતું. જયારે અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિસ અને રિચર્સ સેન્ટરની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.

(3:39 pm IST)
  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST

  • સુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST