Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ-લોકરક્ષકની ભરતીઃ કાલથી ઓનલાઇન અરજી કરી શકાશે

હથીયારી-બિનહથીયારી વિભાગમાં પુરૂષ તથા મહિલા ઉમેદવારો ૧૫મીથી ઓનલાઇન અરજી કરી શકશેઃ જેલ સિપાહી અને મેટ્રનની પણ થશે ભરતીઃ કુલ ૬૧૮૯ જગ્યા

રાજકોટ તા. ૧૪: ગુજરાત પોલીસ દળમાં બિનહથીયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક (પુરૂષ-મહિલા), હથીયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક (પુરૂષ-મહિલા), જેલ સિપાઇ (પુરૂષ) અને જેલ સિપાઇ (મહિલા) મેટ્રન વર્ગ-૩ સંવર્ગની ભરતી માટેની પ્રક્રિયા આવતી કાલ ૧૫મીથી શરૂ થશે. કુલ ૬૧૮૯ જગ્યા માટે સવારના ૧૧:૦૦થી ફકત ઓનલાઇન અરજીઓ કરી શકાશે. આ માટેની વેબસાઇટનું નામ .... છે.

પ્રાપ્ત માહિતી મુજબ બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક (પુરૂષ) માટે ૨૨૫ જગ્યા, બિનહથીયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક (મહિલા) માટે ૧૧૧ જગ્યા, હથીયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક (પુરૂષ) માટે ૩૫૫૧ જગ્યા, હથીયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક (મહિલા) ૧૭૪૮ જગ્યા, જેલ સિપાઇ (પુરૂષ) માટે ૪૯૯ જગ્યા તથા જેલ સિપાઇ (મહિલા) મેટ્રન માટે ૫૫ જગ્યા મળી કુલ ૬૧૮૯ જગ્યા માટે આ ભરતી  થશે.

સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત પણ વેબસાઇટ પર મળશે. ઉમેદવારે ઓનલાઇન અરજી કરતાં પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સુચનાઓ વેબસાઇટ પર કાળજીપુર્વક વાંચી લેવી. ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે. ટપાલથી કે રૂબરૂમાં કોઇપણ સંજોગોમાં અરજી પત્ર સ્વીકારાશે નહિ.

(3:53 pm IST)