Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

વડોદરામાં બે નકલી સીબીઆઈ ઓફિસરને એસઓજીએ ઝડપી પાડ્યા

ત્રણ બોગસ ઓળખપત્ર બનાવ્યા હતા :સીપીયુ,પ્રિન્ટ રોલ કાર્ટીઝ સહિતનો મુદામાલ જપ્ત

વડોદરા એસઓજીએ બે ડુપ્લીકેટ સીબીઆઈ ઓફિસરની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, સી.બી.આઇના હોદાના ત્રણ બોગસ ઓળખ પત્રો બનાવ્યા હતા. એસઓજીએ કોમ્પ્યુટર સી.પી.યુ. પ્રિન્ટ રોલ કાર્ટીઝ તથા કોરા પી.વી.સી.કાર્ડ સહીત કુલ 25 હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

--  

(9:17 am IST)