Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

દહેગામની શાળામાં ચુડવેલ નામની જીવાત જોવા મળતા બાળકોમાં ભયનો માહોલ

દહેગામ:એક તરફ સરકાર બાળકોને નિશાળે મોકલવા માટે લાખો રૃપિયાની જાહેરાતોનું આંધણ કરે છે. પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયાના સૂત્રો માત્ર હવાહવાઇ સાબિત થતાં હોય છે. આવો જ એક કિસ્સો દહેગામ તાલુકાના જીવરાજના મુવાડા ગામની શાળામાં થવા પામ્યો છે.
દહેગામ તુલાકના જીવરાજના મુવાડા ગામના શાળાની અંદર ચૂડવેલ નામની જીવાતનો ત્રાસ વ્યાપ્યો છે. શાળાની અંદર અસંખ્ય પ્રમાણમાં ચૂડવેલોનો ત્રાસ જોવા મળી રહ્યો છે.
વરસાદમાં ચૂડવેલ નામની જીવાત જોવા મળે છે. આ જીવાતનો જીવરાજના મુવાડા પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ - ચાર દિવસોથી ભરાવો થવા પામ્યો છે. જીવાતોના લીધે શાળામાં પુષ્કળ દુર્ગંધ આવે છે. દુર્ગંધના લીધે ત્રણ-ચાર બાળકોને ઉલ્ટીઓ થવાની ઘટના સામે આવી છે.
શાળામાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ છેલ્લા ત્રણ દિવસથી બંધ રાખવામાં આવી છે. મધ્યાહન ભોજન બનાવવાના ઓરડામાં પણ ચૂડવેલોના ભરાવો હોવાથી ખાવાનું બનાવવામાં જીવાત ન પડે તે માટે ખાવાનું બનાવવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. શાળાના સેનીટેશન રૃમમાં પણ ચૂડવેલોનો ભરાવો થઇ જવાથી બાળકો બાથરૃમ જતા પણ ડરે છે.

(5:26 pm IST)