Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

સાબરકાંઠા જિલ્લાની મધ્યસ્થ બેંકની ચૂંટણીનું 99.7 ટકા પરિણામ સામે આવ્યું

સાબરકાંઠા:જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નિયામક મંડળની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ ૧૮ વિભાગ પૈકી ૧૩ વિભાગમાં ઉમેદવારો બિનહરીફ જાહેર થયા બાદ બાકીના પાંચ વિભાગો માટે ની ચૂંટણીનું મતદાન શુક્રવારે દરેક તાલુકા મથકે  થયુ હતુ તેમાં ૯૯.૭ ટકા એટલેકે વિક્રમી મતદાન થયા બાદ કોણ જીતશે કોણ હારશે તે માટેના સમીકરણો રચાવાનું શરૃ થઈ ગયુ છે. જોકે મત ગણતરી રવિવાર તા.૧૫ જુલાઈના રોજ ચૂંટણી અધિકારી અને પ્રાંતિજ પ્રાંતની કચેરીમાં કરાયા બાદ તેનું પરિણામ જાહેર થશે
સાબરકાંઠા બેંકની ૧૩ વિભાગમાં ઉમેદવારોની બિનહરીફ વરણી થયા બાદ બાકી રહેલા પાંચ વિભાગોની શુક્રવારે મતદાન પ્રક્રિયા જાહેરનામામાં જણાવાયા મુજબ હાથ ધરાઈ હતી. જેમાં કુલ ૯૭૨ મતદારો પૈકી ૯૬૩ મતદારોએ ૯૯.૭ ટકા મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આધારભૂત સૂત્રોના જણાવાયા મુજબ સાબરકાંઠા બેંકની ચૂંટણીમાં જિલ્લાની પ્રજાને સૌથી વધુ રસ બાયડ વિભાગમાં હોવાથી શુક્રવારે આખો દિવસ બાયડ ખાતે સહકારી અગ્રણીઓ તથા ઉમેદવારોના ટેકેદારો અને કાર્યકરોએ રસ દાખવીને વધુ મતદાન થાય તે માટે ના જોરદાર પ્રયાસો કર્યા હતા.

(5:24 pm IST)