Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

આણંદના બોરસદમાં પિતાની હવસનો શિકાર માસુમ દીકરી બનતા અરેરાટી

આણંદ:નાં બોરસદમાં માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સગા પિતાએ સગીર પુત્રી પર નજર બગાડી હતી અને તકનો લાભ લઇ સગા પિતાએ જ પોતાની પુત્રીને પીંખી નાંખી હતી. ગામમાં સગી પુત્રી પર દાનત પિતાએ જ બગાડવાની આ  ઘટનાથી ચકચાર ફેલાઈ ગઇ છે. લોકોમાં દીકરીના પિતા પ્રત્યે રોષ ફેલાઇ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના બોરસદમાં માનવતા શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં હવસથી ભરેલા પિતાએ પોતાની જ પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું છે. બોરસદ પાસે આવેલ વાસણા ગામની આ ઘટના છે.

વડોદરા સ્થિત દીકરીને પિતાએ બોરસદવાળા ઘરે સફાઈના બહાને બોલાવી હતી અને સાફ સફાઈનું કહી બોલાવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું આવો આરોપ પીડિતાએ પોતે લગાવ્યો છે. કળિયુગી પિતાએ દુષ્કર્મ આચર્યા બાદ પુત્રીને એવી પણ ધમકી આપી હતી કે, જો તુ આ વિષે કોઇને પણ કહીશ તો તને જીવતી સળગાવી નાંખીશ. જોકે, પોલીસે દીકરીની ફરિયાદ લઇ ગણતરીના સમયમાં જ પિતાની ધરપકડ કરી લીધી છે.

(5:14 pm IST)