Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

પ્રવેશોત્સુક બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો : ભારે ઉત્સાહ

૧૬માં શિક્ષણ સેવા અભિયાનનો શુભારંભઃ પોશીના તાલુકાના સાધુફળોમાં કુલ ૧.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત સિઝનલ હોસ્ટેલ, ૬૦ શાળા રૂમોનું લોકાર્પણ

પ્રવેશોત્સુક બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો :  ભારે ઉત્સાહ

અમદાવાદ,તા.૧૪:       મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું છે કે, હવે નો યુગ એ જ્ઞાનનો યુગ છે. શિક્ષણ વિના ઉદ્વાર નથી અને શિણજ સર્વાંગી વિકાસનો પાયો છે ત્યારે શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જળ બનશે. મુખ્ય મંત્રીએ આજે કેળવણી મહોત્સવ અને શાળા પ્રેવેશોત્સવની શુંખલાની ૧૬મી કડીનો સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ખાતે પ્રારંભ કરાવ્યો હતો.આ તબક્કે લાંબડીયા, દેમતી અને નવાઘરના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ કરાવ્યો હતો. જયારે ભુલકાંઓને આંગણવાડીમાં અને ધોરણ-૯ તથા ધોરણ-૧૧માં વિધાર્થીઓનું નામાંકન કરાવ્યું હતું. બાળકો શિક્ષણ મેળવવા શાળાએ જવા પ્રેરાય તેવું વાતાવરણ નિર્માણ થશે તો આગામી પેઢી શિક્ષિત બનશે અને તેના પગલે શિક્ષિત સમાજનું નિર્માણ પણ થશે. કોઈ પણ રાજય-દેશનો વિકાસ શિક્ષણ વિના શકય નથી એમ તેમણે આ વેળાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ આદિજાતી પોશીના તાલુકાના સાધુફળો ખાતે રૂ. ૧.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત સિઝનલ હોસ્ટેલ તથા રૂ. ૫.૦૮ કરોડના ખર્ચે બનાવાયેલા પ્રાથમિક શાળાઓના ૬૦ ઓરડાઓનું પણ લોકર્પણ કર્યું હતુ. પોશીના તાલુકાની વિધાર્થીઓને વિધયાલક્ષ્મી બોન્ડ તથા સરસ્વતી સાધના યોજના અંતર્ગત દિકરીઓને સાયકલોનું પણ વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, એક સમય હતો કે બાળકો શાળાએ રડતા-રડતા જતા અને નામાંકનમાં ગુજરાત પાછળ હતું પણ આપણા દીર્ધદ્રષ્ટા વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૦૦ ટકા નામાંકન ધ્યેય સાથે શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો. વર્તમાન ગુજરાત સરકારે આ કાર્યક્રમને વધુ પરિણામલક્ષી બનાવવા કમર કસી રાજયનું એક પણ બાળક શાળાએ ગયા વિનાનું  ન રહે અને શિક્ષણ મેળવવાની વંચિત ન રહે તેવી વ્યવસ્થા શાળા પ્રવેશોત્સવથી સુનિશ્વિત કરી છે. આદિજાતિ વિસ્તાર એવા પોશીના પટ્ટા સહિત સમગ્ર રાજયના વાલીઓ પાસેથી બાળકોને ભણાવાવનું વચન માંગતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજય સરકાર પ્રતિવર્ષ શિક્ષણના પાછળ રૂ. ૨૭ હજાર કરોડ જેટલો માતબર ખર્ચ કરે છે. બાળકોને મફત શિક્ષણ-ગણવેશ-પુસ્તકો અપાય છે તેની પાછળ બાળકો શિક્ષણ મેળવે તેવો ધ્યેય છે. આદિજાતિ વિસ્તારમાં ૪૫ એકલવ્ય શાળાએ ઉભી કરી છે અને ૫૫૦ થી વધુ આશ્રમશાળાઓ ચાલે છે. બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, વગેરે જગ્યાએ કોલેજ મેડીકલ કોલેજનો નિર્ણય કર્યો છે. આદિજાતિ પટ્ટામાં શિક્ષકોની ભરતી પણ વેગવાન બનાવી છે તે જ પુરવાર કરે છે કે રાજય સરકારે આદિજાતિ બાળકોના શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. મુખ્યમંત્રીએ બાળકોના શિક્ષણ પ્રત્યે વાલીઓએ પણ રસ દાખવવાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે પોતાનું બાળકશાળાએ જાય છે કે નહીં, ભણે છે કે નહીં, તેમાં રસ-રૂચિ વાલી દાખવે તો બાળકોમાં ઉત્સાહઅને આત્મવિશ્વાસ વધશે અને તો જ એક સુરક્ષિત સમાજનુંનિર્માણ થશે. મુખ્યમંત્રીએ આજે પારસ વિધાલયના એસ.એમ.સી. ના સભ્યો સાથે બેઠક કરી શાળામાં શૈક્ષણિક સુવિધાઓ, અન્ય સુવિધાઓ અનુકુળ વાતાવરણ માટે શિક્ષકો-વાલીઓ વચ્ચે સમન્વય સહયોગ અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા કરી સૂચનો કર્યા હતા.

(9:52 pm IST)
  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST