News of Thursday, 14th June 2018

નવાગામ નજીક ડીંડોલીના યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીના પિતાએ અપહરણ કરાવી ડિવોર્સ કરાવી લીધા

નવાગામ: ડીંડોલીના યુવાને ત્રણ વર્ષના પ્રેમસંબંધ બાદ બે માસ અગાઉ પ્રેમિકા સાથે  સંસાર માંડયો હતો પરંતુ પ્રેમિકાના પિતાએ અપહરણ કરી બળજબરીથી છુટાછેડા કરાવી લેતાં યુવાને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આથી પ્રેમિકાએ પણ યુવાન વિરૃદ્ધ બળાત્કાર - દહેજની ફરિયાદ ગતરોજ ડીંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નવાગામ ડીંડોલી જલારામનગર સોસાયટી પ્લોટ નં. ૧૬માં રહેતા વિજય દિલીપભાઇ પાટોળેએ ત્રણ વર્ષથી જેની સાથે પ્રેમસંબંધ હતો તે યુવતિ નિર્ભયા (નામ બદલ્યું છે) સાથે બે માસ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ નિર્ભયાના પિતાને આ સંબંધ મંજુર ન હોય તેમણે વિજયનું કારમાં અપહરણ કરી બળજબરીથી છુટાછેડા કરાવી લીધા હતા. આ અંગે વિજયે અઠવા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી

(5:56 pm IST)
  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST

  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST