Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

વડોદરામાં પાંચ યુવકો પાસેથી 56 લાખ પડાવી લેનાર ભેજાબાજની ધરપકડ

વડોદરા: ઇન્ડિયન એરફોર્સમાં નોકરી અપાવવાને બહાને ત્રણ વર્ષ પહેલાં પાંચ યુવકો પાસે રૃા.૫૬ લાખ પડાવી લેનાર ભેજાબાજને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડયો છે. કારેલીબાગની કલાકુંજ સોસાયટીમાં રહેતા નિરવ ઠાકોરભાઇ પટેલે ડિસેમ્બર-૨૦૧૫માં  કરેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે,નિરજ જયંતિલાલ સુથાર (રહે.શ્રીજી એપાટેમેન્ટ, દરબાર ચોકડી,માંજલપુર ) સાથે વર્ષ-૨૦૧૩માં પરિચય થયો હતો અને તેણે એરફોર્સમાં નોકરી કરતો હોવાનું કહી જોબની ઓફર કરી હતી.જે પેટે તેને રૃા.૧૯લાખ આપ્યા હતા. નિરજ એનસીસીની ઓફિસમાં તેમજ એરફોર્સની ઓફિસોમાં અવારનવાર લઇ જતો હતો.તેણે એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યો હતો અને કલરકામ સહિતના કામો પણ કરાવતો હતો.પરંતુ પગારના રૃપે આપેલો ચેક પરત ફરતાં તપાસ કરી તો આવી કોઇ ભરતી થઇ નહી હોવાનું ખૂલ્યું હતુ. 

(5:55 pm IST)