News of Wednesday, 13th June 2018

સુરત: પૈસાની લેતી-દેતી મામલે યુવકનું અપહરણ:ખંડણીનો કર્યો ફોન :પોલીસે ફિલ્મી સ્ટાઈલથી છોડાવ્યો : ચારની ધરપકડ

 

સુરતમાં રૂપિયાની લેતીદેતી યુવાનનું કર્યુ અપહરણ કરી ખંડણી માટે ફોન કરતા પોલીસે ફિલ્મી સ્ટાઈલથી યુવકને અપહરણકર્તાની ચુંગાલમાંથી મુક્ત કરાવીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે  અંગેની વિગત મુજબ સુરતના સચિનમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા વિગ્નેશ તિવારીએ બે મહીના અગાઉ બહેનના લગ્ન માટે તેના મિત્ર બીર્જેશ પાસેથી 4 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. લગ્નમાં લીધેલા રૂપિયા થોડા દિવસમાં ચૂકવી દેવાનું જણાવ્યું હતું. પણ બીર્જેશ દ્રારા રૂપિયાની વાંરવાર માંગણી કરવા છતાં રૂપિયા આપતા બ્રિજેશે તેના 3 મિત્રો સાથે મળી વિગ્નેશનું અપહરણ કરી કામરેજ બાજુ લઈ જઈ માર માર્યો હતો.

  સુરત એસીપી જે.કે.પંડ્યાએ જણાવ્યું કે, અમોને ફરિયાદ મળી હતી. ફરિયાદ મળતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્ચવાહી કરવામાં આવી હતી. પોલીસે કામરેજ પહોંચીને તાત્કાલિક અપહરણ કર્તાની જાળમાંથી અપહરણ થનારને છોડાવ્યો હતો. રૂપિયાની લેતી દેતીના મામલે અપહરણ કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડીને ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરવામાં આવશે.

  સમગ્ર ઘટના 7 જૂન ના રોજ અડાજણ પાલ રોડ પર બની હતી, જ્યાં વિગ્નેશની સાથે ઉભેલા તેના મિત્ર સોનુ અને કિરણ વાત કરી રહ્યા હતા. તે સમયે એલ ઇનોવા ગાડી આવી અને તેમની પાસે ઉભી રહી હતી. જેમાંથી 3 જેટલા યુવકો બહાર નીકળયા અને વિગ્નેશને ગાડીમાં બેસાડી લઈ ગયા હતા. ઘટના બન્ને મિત્રો ગભરાય ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં તેના મિત્રનું અપહરણ થયું તેવી ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાવી હતી, ફરિયાદ બાદ પોલીસે તેની શોધ શરૂ કરી.

   અપહરણની ફરિયાદ બાદ પોલીસે યુવકના પરિવારનો સંપર્ક કરતા તેમના પર ખડની માટે ફોન આવ્યો હોવાનું માલુમ પડેલ જેની લઈ પોલિસે અપહરણ કરતાની શોધ કરતા આરોપી કામરેજ નજીક હોવાનું માલુમ પડતા પોલીસે સ્થળે જઇ અપહરણ કરતા 4 આરોપીને ઝડપી પડ્યા હતા અને યુવકે તેમના ચંગુલમાંથી મુક્ત કરાવ્યાઓ હતો. બાદમાં પોલિસ તપાસમાં જણાવ્યું કે યુવકે બીજેશ પાસે 4 લાખ રૂપિયા લીધા છે જે પરત આપતા તેને રૂપિયા પરત મેળવવા માટે ઊંચકી ગયા હતા. પોલીસે અપહરણ અને ખંડણીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:37 am IST)
  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST