Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

અમદાવાદમાં ઉધાર ગુટખા ન આપતા દુકાનદારની છરીના ઘા ઝીંકી હત્યાઃ માથાભારે શખ્‍સોનું કારસ્‍તાન

અમદાવાદઃ અમદાવાદમાં દુકાનદારે બાકી પૈસામાં ગુટખા આપતા ૧૯ વર્ષીય દુકાનદારની છરીના ઘા ઝીંકીને હત્‍યા કરાતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ અમરાઈવાડી વિસ્તારના શિતલનગરમાં 19 વર્ષિય હેમિલ જૈનના પિતા પ્રોવિઝન સ્ટોર ચલાવતા હતા. હેમિલ તેના પિતાને મદદ માટે દુકાન પર કામ કરતો હતો. મંગળવારે વિસ્તારના બે માથાભારે શખશો તેની દુકાને આવ્યા અને ઉધારમાં ગુટખાની માંગણી કરી. દુકાનમાં કામ કરી રહેલા હેમિલે ઉધારમાં ગુટખા આપવાની ના પાડી અને આગળના બાકી રૂપિયાની માંગણી કરી. જેથી માથાભારે શખ્સો હેમિલ પર ગુસ્સે થઈ ગયા અને બેમાંથી એક ચપ્પુ કાઢી હેમિલ પર હુમલો કરી દીધો.

સ્થાનિક માથાભારે શખશોએ હેમિલને છ કરતાં વધુ ચપ્પાના ઘા મારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકો હેમિલને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટના બાદ અમરાઈવાડી વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. એકઠા થઈ સ્થાનિકો અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોચ્યા અને આવા માથાભારે શખશો જે ઘણા સમયથી તે વિસ્તારમાં આતંક ફેલાવી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી.

(6:49 pm IST)
  • દુબઈની રાજકુમારી શેખ લાતિફા ગોવાથી લાપત્તા : દુબઈની રાજકુમારી અને શેખ મોહમ્મદ બિન રાશિદ સઈદ અલ મકતૌમની પુત્ર શેખ લાતિફા (ઉ.વ.૩૨) ગોવાથી લાપત્તા થઈ હોવાના અહેવાલો : ઉલ્લખનીય છે કે, આ અગાઉ લાતિફાને ઘરમાંથી ભાગવાની કોશિશ કરવાના આરોપમાં ત્રણ વર્ષ સુધી પૂરીને રાખવામાં આવી હતી : તેના તુરંત બાદ જ તે અમેરીકામાં રાજનૈતિક શરણ લેવા ઈચ્છતી હતી access_time 4:20 pm IST

  • નેપાળના પ્રેસિડેન્ટ તરીકે વિદ્યાદેવી ભંડારી ફરી વખત ચૂંટાઈ આવ્યા: 2015ની સાલમાં નેપાળના સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બન્યા બાદ બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા access_time 10:39 am IST

  • ૪૧ લાખ બેન્ક ખાતાઓ એસબીઆઈએ બંધ કર્યા :બેન્ક ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ નહિ રાખવા સબબ એસબીઆઈ (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા)એ દેશભરમાં તેમની બ્રાન્ચોમાં આવેલ ૪૧.૨ લાખ ખાતા બંધ કરી દીધાનું એક માહિતી આપતા રિઝર્વ બેન્કે જણાવ્યુ છે access_time 4:55 pm IST