Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડશે

વિજય સુંવાળા આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્વ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. જેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને આંચકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા આમ આદમી પાર્ટીથી છેડો ફાડશે. તેવો આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી નેતા વિજય સુંવાળા ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી ચુંટણીમાં મતદાન કુટીરની અંદરના EVMનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં આપને વોટ આપતો હોય તેવો ફોટો પોસ્ટ કરતા વિવાદ ઉભો થયો હતો. જેમાં આપ નેતા વિજય સુંવાળા પર ચૂંટણી આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ કરવામાં આવી હતી.

(10:30 pm IST)