Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

ઉત્તરાયણમાં પેપર લીક કાંડનો પડઘો :નારાજ યુવાનોમાં ભારે રોષ : ભ્રષ્ટાચાર વિરોધી સ્લોગન સાથે ચગાવ્યા પતંગ

સાબરકાંઠાના હજારો યુવાનોએ તેમનો વિરોધ પ્રદર્શન દર્શાવવા બેરોજગારીનો પતંગ મહોત્સવ ઉજવ્યો

અમદાવાદ : ઉત્તરાયણના પર્વ ઉજવવાના બદલે પરીક્ષાઓમાં રાત દિવસ એક કરનારાઓએ સરકારની ફિરકી લીધી. ભાજપ ‘આશ્રિત ‘ વોરાના બિન સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક ભરતી પરીક્ષાઓના પેપરલીક કાંડથી લઈને ઉર્જા વિભાગની કંપનીઓના ઓનલાઇન ભરતી કૌભાંડ સામે રાજ્યની ભાજપ સરકારે હજુ સુધી કોઇ કાર્યવાહી ન કરતાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સાબરકાંઠાના હજારો યુવાનો આજે તેમનો વિરોધ પ્રદર્શન દર્શાવવા બેરોજગારીનો પતંગ મહોત્સવ ઉજવ્યો હતો.

આજે ઉત્તરાયણના પર્વ ઉજવવાના બદલે પરીક્ષાઓમાં રાત દિવસ એક કરનારાઓએ સરકારની ફિરકી લીધી અને તેમની પતંગ ઉપર જુદા જુદા સ્લોગન્સ લખીને પતંગ ચગાવ્યા હતા. સ્લોગન્સ પર નજર કરીયે તો…

સીબીઆઈ તપાસની માંગ સરકાર બની બેકાર વિદ્યાર્થીઓ બન્યો બેરોજગાર….

વિદ્યાર્થીઓ હતા આશાવાદી પરંતુ બન્યા નિરાશાવાદી…

વિદ્યાર્થીઓને નથી રહ્યો હવે વિશ્વાસ બસ સીબીઆઇની તપાસ એ જ અમારી માંગ…

સારુ છે પતંગ ચગાવવા માં સેંટીગ નથી થતા..

બાકી આજે નેતાઓ ના છોકરા ગોદડિયા દોર થી બેરોજગાર ની પતંગ લુંટી લેત  

જેને જેને છાવરે છે સરકાર… એ જ લોકો ડૂબાડશે આ સરકાર…

હદ થઈ ગઈ છે આ ભષ્ટ્રાચારની… હવે જરુર છે જળમૂળ માથી પરિવતૅનની..

(8:57 pm IST)