Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

નડિયાદના પતંગ રસિયાઓએ સંક્રાત ની રાત્રે ધાબા ઉપર ફટાકડા ફોડી ગરબા રમવાની મોજ માણવા ૧૦ લાખથી વધુ ફટાકડા ખરીદયા

સરકારે ચાઈનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ પતંગના શોખીનો ફટાકડા તરફ વળ્યા

અમદાવાદ : ઉત્તરાયણની રાત્રે ધાબા પર ફટાકડા ફોડવાનો અને ગરબા રમવાનો ક્રેસ કેટલાક સમયથી ચાલી રહ્યો છે . ત્યારે ઉત્તરાયણની ફટાકડા ફોડી ઉજવણી કરવા માટે નડિયાદ નગરજનોએ રૂ .10 લાખથી વધુના ફટાકડાની ખરીદી કરી લીધી છે.

શહેરમાં આખું વર્ષ હોલસેલ ફટાકડા નો વ્યવસાય કરતા દુકાનદારોએ જણાવ્યું હતુ કે કોરોના અને મોંઘવારીની અસર વેચાણ પર જોવા મળી છે , પરંતુ તહેવાર મનાવવા વાળા તો તહેવારની ઉજવણી કરે જ છે . નડિયાદ શહેરમાં આ વર્ષે પણ ઉત્તરાયણની રાત્રે ધાબા પરથી આકાશમાં આતશબાજી ના દ્રશ્યો જોવા મળશે.

આખો દિવસ પતંગ ચગાવ્યા બાદ અંધારૂ થતા જ આકાશમાં આતસબાજી તેમજ ડબ્બા બૉબના ધડાકા સંભળાવાના શરૂ થઈ જશે . અગાઉ લોકોમાં આઈનીઝ ફાનસ નો ક્રેઝ હતો, પરંતુ બે વર્ષથી સરકાર દ્વારા ચાઈનીઝ ફાનસ પર પ્રતિબંધ લગાવ્યા બાદ લોકો હવે ફટાકડા તરફ વળ્યા છે .

શહેરમાં હોલસેલ ફટાકડાનો વેપાર કરતા હર્ષ પટેલે જણાવ્યું હતું કે ઉત્તરાયણની રાત્રે ફટાકડા ફોડી ઉજવણી કરવાનો ક્રેઝ આ વર્ષે પણ યથાવત છે .

(7:20 pm IST)