Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

રાજય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીજગદીશભાઈ પંચાલે ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદમા કરૂણા અભિયાન અંતર્ગત પતંગ દોરાથી ઈજાગ્રસ્ત પક્ષીઓના સારવાર કેન્દ્રોની મુલાકાત લીધી : નિરિક્ષણ કરી મહત્વના સૂચનો કર્યા

dir="auto">
 રાજકોટ:::રાજય કક્ષાના  વન અને પર્યાવરણ મંત્રીજગદીશભાઈ પંચાલ એ આજે ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદ શહેરમા કરૂણા અભિયાન અંતર્ગત પતંગ દોરાથી ઈજાગ્રસ્ત પક્ષીઓના સારવાર કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
જગદીશભાઈ પંચાલએ બોડકદેવ સ્થિત વન વિભાગના વાઈલ્ડલાઇફ કેર સેન્ટરમા ધાયલ પક્ષીઓની સારવારનુ નિરિક્ષણ કરી મહત્વના સૂચનો કર્યા હતા.
તેઓએ વાઈલ્ડલાઇફ ઈન્ટરપ્રીટેશન સેન્ટરની પણ મુલકાત લઈ, પ્રતીકાત્મક વૃક્ષારોપણ કર્યુ હતુ. શાળાના બાળકો સેન્ટરની મુલાકાત લઈ વન્ય પ્રાણીઓ અને તેના સંરક્ષણ અંગે માહિતગગાર અને જાગૃત થાય તેવી વ્યવસ્થા ગોઠવવા  મંત્રીએ સૂચના આપી હતી.
(4:27 pm IST)