Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

હોડી પલટતા બનેલ ઘટનામાં માંડવીના આમલી ડેમમાંથી વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો

હોડીમાં 10 લોકો સવાર હતા.3નો બચાવ, 3ના મોત, 4ની શોધખોળ ચાલુ

dir="auto">
સુરત: 11 જાન્યુઆરીના દિવસે નાવ પલટવાને પગલે બેઠેલા 10 લોકોએ  ચીસાચીસ કરી ઉઠતા આસપાસના વિસ્તારમાં રહેલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. જેને પગલે 3 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા. સુરતના માંડવીમાં આમલી ડેમમાં બનેલી આ ઘટનામાં હજુ પણ શોધખાળ ચાલુ છે. અત્યારસુધી 3 મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ 4 લોકો લાપતા છે જેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ ઘટના વખતે 2 મૃતદેહ મળી આવ્યા હતા. તે બાદ 3 દિવસ પછી આજે વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.
 
દેવગીરી ગામના જીતેન્દ્રભાઈ વસાવાને ત્યાં પશુઓ પણ હોવાથી, સોમવારે મજુરીનો હિસાબ મળતા પશુ માટે ઘાસચારો એકઠો કરવા નજીકના ડુંગર પર હોડી મારફતે ઘાસ કાપવા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ 10 લોકોને લઈ જતી આ હોડી પાણીમાં પલટાઈ ગઈ હતી. માંડવી પોલીસ અને ફાયર વિભાગે ઘટનામાં ડુબેલા લોકોની શોધખોળ હાથ ધરી હતી. લાપતા શોધખોળ માટે બરોડાથી SDRF બોલાવાઇ છે.22 જવાનોઆ કામમાં દિવસ રાત એક કરી રહ્યા છે.
(1:36 pm IST)