Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

અમદાવાદ શહેર અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોનની મદદથી પોલીસ ધાબા પર નજર રાખશેઃ ધાબા પર ભીડ કરનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે

કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 11 ડીસીપી, 21 એસીપી, 63 પીઆઇ, 207 પીએસઆઇ અને 4 એસ.આર.પી કંપની સહિત 10 હજારથી વધુ પોલીસ શહેરમાં તૈનાત

અમદાવાદ: આજે રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ જામશે. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી થશે. તો આજે ઉત્તરાયણના પર્વ પર પતંગરસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. વહેલી સવારથી જ ધાબા પર લોકો એકઠા થઈ રહ્યા છે. ત્યારે તમારી ઉજવણી પર પોલીસની બાજ નજર રહેશે તે પણ જાણી લેજો. અમદાવાદીઓ ટોળા કરીને ઉત્તરાયણનો તહેવાર નહિ ઉજવી શકે. ઉત્તરાયણને પગલે અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ડ્રોનથી ધાબા પર નજર રખાશે. ધાબા પર ભીડ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરાશે.

આજે ઉત્તરાયણને લઈ અમદાવાદ શહેર પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવું થઇ રહ્યું છે એ ખાસ જોવામાં આવશે. આ વખતે અમદાવાદ શહેર અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોનની મદદથી પોલીસ ધાબા પર નજર રાખશે.

સાથે જ ઉત્તરાયણને લઈ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 11 ડીસીપી, 21 એસીપી, 63 પીઆઇ, 207 પીએસઆઇ અને 4 એસ.આર.પી કંપની સહિત 10 હજારથી વધુ પોલીસ શહેરમાં તૈનાત રહેશે. પોલીસે લોકોને સૂચના આપી છે કે ધાબા પર ભીડ કરનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તેવુ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું.

(12:45 pm IST)