Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

અમદાવાદઃ અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસે પણ સીએનજી અને પીએનજીમાં ભાવ વધારો ઝીંક્યોઃ ગુજરાત ગેસે સીએનજીમાં પ્રતિ કિલો રૂ.1.17 પૈસા અને પીએનજીમાં રૂ.5નો ભાવ વધારો ઝીંક્યો

માટેના સીએનજીમાં પ્રતિ કિલો રૂ.1.17નો ભાવ વધારો કરતા નવો ભાવ રૂ.67.53 થયો છે જ્યારે ઘર વપરાશના પીએનજીના ભાવમાં રૂ.5નો વધારો ઝીંકતા નવો ભાવ રૂ.35.05 થયો

અમદાવાદઃ અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસે પણ સીએનજી અને પીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો છે. બંને ગેસ કંપનીઓ ચૂપચાપ ભાવ વધારો કર્યે જાય છે તેના કારણે ગ્રાહક વાહનમાં ગેસ પુરાવે કે પીએનજીનું બિલ આવે ત્યારે ખબર પડે કે ભાવ વધારો થયો છે. ગુજરાત ગેસે સીએનજીમાં પ્રતિ કિલો રૂ.1.17 પૈસા અને પીએનજીમાં રૂ.5નો ભાવ વધારો ઝીંક્યો છે.

ઉત્તરાયણ પહેલાં જ ગેસ કંપનીઓ ભાવ વધારાની હોડમાં જોડાઈ ગઈ છે. તેના કારણે લોકોના એક પછી એક તહેવાર બગડી રહ્યાં છે. અદાણી ગેસે 2022ના વર્ષના પ્રથમ જાન્યુઆરી માસના પ્રથમ દિવસે જ ભાવ વધારો ઝીંક્યો હતો. ગેસ કંપનીઓ શિયાળાના કારણે ગેસની ડિમાન્ડ વધી તેના કારણે ભાવ વધે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવના કારણે ગેસ મોંઘો પડે છે, વગેરે વગેરે. પરંતુ તેનાથી સામાન્ય ગ્રાહકને કશી નિસ્બત હોતી નથી. તેમને ગેસ સસ્તો પડે તેના સાથે નિસ્બત હોય છે.

ગુજરાત ગેસ કંપનીએ વાહનો માટેના સીએનજીમાં પ્રતિ કિલો રૂ.1.17નો ભાવ વધારો કરતા નવો ભાવ રૂ.67.53 થયો છે. જ્યારે ઘર વપરાશના પીએનજીના ભાવમાં રૂ.5નો વધારો ઝીંકતા નવો ભાવ રૂ.35.05 થયો છે. પીએનજીમાં 15 ટકા વેટ અલગથી વસૂલ કરવામાં આવે છે. આ ભાવ વધારો કંપનીએ તા.5–1–2022થી અમલમાં આવે તે રીતે ઝીંક્યો છે.

(11:25 am IST)