Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પીએમ મોદીના ફોટોવાળી પતંગોનું વિતરણ કરાયું

મુફ્ત ટીકાકરણ, આઝાદી કા અમૃત મહોત્સન જેવી વિવિધ થીમવાળી પતંગોનું વિતરણ: સી.આર.પાટીલે કહ્યું - વડાપ્રધાનની રસીકરણની સફળ કામગીરીના લીધે ત્રીજી લહેરમાં પ્રમાણમાં ઓછું સંક્રમણ ફેલાયું

સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવતા પીએમ મોદીના ફોટોવાળી પતંગોનું વિતરણ કર્યું હતું. મુફ્ત ટીકાકરણ, આઝાદી કા અમૃત મહોત્સન જેવી વિવિધ થીમવાળી પતંગોનું વિતરણ કરાયું હતું.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાનની રસીકરણની સફળ કામગીરીના લીધે ત્રીજી લહેરમાં પ્રમાણમાં ઓછું સંક્રમણ ફેલાયું છે. તેમજ તેમણે કોરોના SOPના પાલન સાથે તહેવારની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો.

 સુરતના પતંગબજારમાં કોરોનાના નિયમો ભુલાયા હતા. લોકોએ ગાઈડલાઈનને ભૂલીને પતંગ દોરા ખરીદવા ભારે ભીડ લગાવી હતી. સુરત શહેરના સૌથી જુના ડબઘર વાડમાં પતંગ ખરીદીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાવવધારા છતાં પતંગ ખરીદી પર નહિવત અસર જોવા મળી હતી. સુરતમાં કોરોનાના કહેર વચ્ચે આવી રહેલ ઉત્તરાયણ પર્વ પર આ ભીડ ભારે ન પડી જાય.

અમદાવાદમાં ઉત્તરાયણની ખરીદીનો છેલ્લો દિવસ હોવાથી બજારોમાં ભારે ભીડ જોવા મળી. રાત્રી કરફ્યુના ઉડ્યા ધજાગરા ઉડાવતા લોકો જોવા મળ્યા. રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી છે રાત્રી કર્ફ્યૂ. રાત્રી કર્ફ્યૂ છતાં બજારો શરૂ જોવા મળ્યા. સૈજપુર બજાર ખાતે 10 વાગ્યા બાદ પણ બજાર શરૂ. સૈજપુર બજારમાં પોલીસ ચોકી હોવા છતાં 10 વાગ્યા બાદ બજાર શરૂ દેખાયું હતું.

 

(11:54 pm IST)