Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

બોરીદ્રા ગામ પાસે ખોવાયેલા સોનાના ઝુમ્મર સહિતની વસ્તુનું પર્સ માલીકને પરત આપી આમલેથા પોલીસે માનવતા દાખવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  આમલેથા પો.સ્ટેના વિસ્તારમાં ખોવાયેલ સોનાના ઝુમ્મર રોકડા રૂપિયા,મોબાઇલ સહિતની વસ્તુ શોધી આમલેથા પોલીસે સુપરત કરી છે

હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદા તથા રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક નર્મદાનાઓના પરિણામલક્ષી કામગીરી કરવાના માર્ગદર્શન અને સુચના પગલે બી.આર.પટેલ પો.સ.ઇ. આમલેથા પોલીસ સ્ટેશન તથા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો દ્વારા તા .૧૨ / ૦૧ / ૨૦૨૨ ના રોજ પરીક્ષતભાઇ ઇશ્વરભાઇ વસાવા (રહે.બીલાઠા , નીશાળ ફળિયુ તા.નેત્રંગ જી.ભરૂચ )નાઓ પત્ની રેખાબેન તથા બે બાળકીઓ સાથે પોતાની મોટર સાયકલ ઉપર રાજપીપલા ખાતે ખરીદી કરવા માટે આવેલા અને રાજપીપલા સોનીની દુકાનમાંથી સોનાના ઝુમ્મર નંગ -૦૨ કિ.રૂ .૫૪,૦૦૦ની ખરીદી કરી રેખાબેને તેમના પર્સમાં મુકેલ અને સાંજના ચારેક વાગ્યે પોતાના ઘરે બીલાઠા જવા માટે નીકળેલા,તે દરમ્યાન પાંચેક વાગ્યાના અરસામાં બોરીદ્રા ગામ નજીક આવેલ પંક્ચરની દુકાન પાસેના વળાંકથી થોડે આગળ પોતાની મોટર સાયકલ રોડની સાઇડમાં મુકી લઘુશંકા કરવા માટે રોકાયેલા અને રેખાબેન પોતાની પાસે રહેલ પર્સ રોડની સાઇડમાં વાંસથી બનાવેલ બેસવા માટેના માળીયામાં લટકાવેલ અને ત્યારબાદ પોતાની મોટર સાયકલ ઉપર બેસી પોતાના ઘરે જવા નીકળેલા અને થોડેક આગળ જઇને પોતાની પાસેનો પર્સ ભૂલી ગયાનું યાદ આવતા પોતાની મોટર સાયકલ પાછી વાળી જે જગ્યાએ માળીયામાં પર્સ મુકેલ ત્યાં તપાસ કરતા મળી આવેલ નહિ જેથી પોલીસ કંટ્રોલ રૂમ ૧૦૦ નંબર ઉપર ફોન કરી પોલીસ મદદ માંગતા આમલેથા પોલીસ સ્થળ પર પહોંચી આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરતા અંધારાના કારણે ત્યાં પાર્સ મળ્યું ન હોય તા .૧૩ / ૦૧ / ૨૦૨૨ ના રોજ વહેલી સવારે આમલેથા પોલીસે વધુ તપાસ કરતા પર્સ ખોવાયેલ તે જગ્યાએથી થોડેક દુર કોતરમાં મળી આવતા પર્સમાં મુકેલ સોનાના ઝુમ્મર કિ.રૂ .૫૪,૦૦૦ તથા રોકડા રૂપીયા ૨,૦૦૦ તથા નોકીયા કંપનીનો કિ - પેડવાળો મોબાઇલ પર્સ સહિતની વસ્તુઓ પરીક્ષીતભાઇ વસાવાને આપી આમલેથા પોલીસ મથકના સ્ટાફે મનાવતા મહેકાવી હતી

(10:52 pm IST)