Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલની લેબોરેટરીનો સ્ટાફ અન્યત્ર મોકલતા OPD ના દર્દીઓના ટેસ્ટિંગ બાબતે ઢીલાશ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર સમસ્યા જણાઈ છે જેમા હાલમાં સિવિલની લેબોરેટરીનો હયાત સ્ટાફ અન્યત્ર કામે મોકલતા સિવિલ ઓપીડીમાં આવતા દર્દીઓ તકલીફમાં મુકાયા છે

જાણવા મળ્યા મુજબ રાજપીપળા સિવિલમાં કામ કરતા કર્મચારીઓ પૈકી અમુક કર્મચારીઓ ને ડેડીયાપાડા અને રાજપીપળા કોવિડમાં મોકલતા સિવિલની લેબોરેટરીમાં સ્ટાફની અછત પડતા વોર્ડમાં દાખલ દર્દીઓના નમૂના લઈ ટેસ્ટ થઈ રહ્યા છે પરંતુ ઓપીડીમાં આવતા દર્દીઓના ટેસ્ટ થતા નથી અથવા કોઈકના સેમ્પલ લેવાઈ તો વધુ સમય લાગતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે ઘરના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ હાલમાં રાજપીપળા સિવિલમાં જોવા મળતા અધિકારીઓ નવા સ્ટાફની ભરતી કરે એ લોકહિત માં રહશે.
આ માટે સિવિલ સર્જન જ્યોતિબેન ગુપ્તા પૂછતાં તેમણે જણાવ્યું કે હા લેબ.નો અમુક સ્ટાફ ડેડીયાપાડા અને રાજપીપળા કોવિડમાં આર.ટી.પી.સી.આર સેમ્પલ માટે મોકલવો પડે છે માટે સિવિલની લેબમાં સ્ટાફની અછત વર્તાઈ છતાં બધાંના સેમ્પલ લેવાઈ છે.

(11:04 pm IST)