Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

નર્મદા જિલ્લાના ઉમેદવારોએ ગ્રામ સેવકની સીધી ભરતી માટેનો ઠરાવ રદ કરવા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગ્રામ સેવકની સીધી ભરતી માટેનો નવો ઠરાવ તત્કાલિક ધોરણે રદ કરવા બાબતે અન્યાય થયેલા ઉમેદવારો એ આજરોજ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ 11 જાન્યુઆરીના રોજ પંચાયત રૂરલ હાઉસિગ એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ ગાંધીનગર દ્વારા ગ્રામ સેવક વર્ગ.3 ની ભરતી માટે નવીન ભરતી નિયમ બહાર પાડવા માં આવેલ છે, આ નિયમ માં બી.એસ.સી. ( એગ્રીકલ્ચર ) BE ( એગ્રીકલ્ચર ) અને B.SC ( હોર્ટીકલ્ચર ) નો સમાવેશ કરવામાં આવેલ છે, અગાઉના ૨૦૧૪ ના ભરતી નિયમ માં ફકત બેચરલ ઓફ રૂરલ સ્ટડીઝ અને કૃષિ ડિપ્લોમા ના ઉમેદવારો નો સમાવેશ કરવામાં આવેલ હતો અને વર્ષ ૨૦૧૭ માં પણ આજ નિયમ મુજબ ભરતી કરવામાં આવી હતી .
ગુજરાતમાં લગભગ ૧૪ થી પણ વધારે ગામ વિદ્યાપીઠોમાં આ Brs નૌ સ્નાતક કક્ષાનો અભ્યાસ કરાવવામાં આવે છે . તેથી દર વર્ષે અંદાજિત ૧૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓ બહાર પડે છે . જેઓ કૃષિ ક્ષેત્રે તથા ગ્રામ વિકાસ ના ક્ષેત્રોમાં પણ હરણફાળ ભરવા માટે ખૂબજ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે .માટે સરકારના નવા ઠરાવને તાત્કાલિક રદ કરવામાં આવે અને ગ્રામ સેવક ની ભરતી ૨૦૧૮ ના ઠરાવ ને અનુસરીને કરવામાં આવે, જો આ ઠરાવ તત્કાલિક ધોરણે રદ કરવામાં નહિ આવે તો આવતા ટૂંક જ સમયમાં ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાત ના વિદ્યાર્થીઓ દ્વરા ઉગ્ર ખાદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આવેદનપત્ર માં અપાવમાં આવી છે.

(11:07 pm IST)