Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

કાંદરોજ ગામના નાગરિકની અરજી બાદ નર્મદા સુગરના ભૂતિયા શેરની તપાસ નિયામકે જિલ્લા રજિસ્ટ્રારને સોંપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી માં ભૂતિયા શેર સભાસદ હોવાની એક ખેડૂતની અરજી મામલે ગાંધીનગરથી ખાંડ નિયામકે નર્મદા જિલ્લા રજિસ્ટ્રારને તપાસ  સોંપી રિપોર્ટ મંગાવ્યો છે

જાણવા મળ્યા મુજબ કાંદરોજના ખેડૂત સભાસદ નિમેષ પટેલે નર્મદા સુગરમાં ભૂતિયા સભાસદ હોવાની અરજી કરી ભૂતિયા સભાસદ વાવડી ગામના ભોળાભાઈ શાંતિલાલ પટેલના આધાર કાર્ડ ,ચૂંટણી કાર્ડ તેમજ ખેતીના દાખલા નર્મદા સુગરના એમ ડી પાસે માંગતા કોઈ જવાબ નહીં મળતા નિમેષ પટેલે ખાંડ નિયામકને અરજી કરી હતી જેની તાપસ કરવા ખાંડ નિયામકે જિલ્લા રજિસ્ટ્રારને તપાસ  સોંપી રિપોર્ટ મંગાવ્યો છે.ત્યારે આ રિપોર્ટમાં શુ હકીકત આવે છે તે આવનારા સમયમાં જાણ થશે.

(11:00 pm IST)