Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમાં પકડાયેલા શખ્સે ડેડીયાપાડા પો.સ્ટે.ના બાથરૂમમાં એસિડ ગટગટાવતા ઉઠ્યા અનેક સવાલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડામાં સ્ટેટ મોનિટરિંગ સેલની  જુગારની રેડ દરમ્યાન પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપીએ પોલીસ સ્ટેશનના બાથરૂમમાં એસિડ પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં ડેડીયાપાડા ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ,ગાંધીનગર ની ટીમે જુગારના અડ્ડા પર રેડ કરી જેમાં 14 જુગારીયા પકડાયા હતા જે પૈકી નરેશભાઇ જેઠાભાઇ પંચોલી (ઉ.વ.૬૬) ( રહે,ડેડીયાપાડા મેઇન બજાર, જી,નર્મદા )નામનો શખ્સ હાથ ધોવા માટે બાથરૂમમાં ગયા તે સમયે એકાએક ખાસી આવતા બાથરૂમમાં ડીમ લાઇટ હોવાના કારણે તેમજ તેમની ઉંમર વધારે હોવાના કારણે ઓછું દેખાતું હોય બાથરૂમમાં મુકેલી બોટલ પાણીની બોટલ સમજી ભૂલથી એસીડની બોટલ હાથમાં આવી જતાં તેમાથી બે ઘૂંટ જેટલી બ્રાન્ડ ટાઇલ્સ ક્લીનર નામનો એસીડ પોતાની જાતે પી જતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા હાલ તેઓ વડોદરા સારવાર હેઠળ છે.

જુગારના ગુનામાં પકડાયેલા આ વ્યક્તિ ભૂલમાં એસિડ પી ગયા કે અન્ય કોઈ કારણસર આમ બન્યું તે તપાસ નો વિષય છે પરંતુ જુગાર ની રેડમાં ડેડીયાપાડા પોલીસ ઊંઘતી જણાઈ આવી હતી અથવા સ્થાનિક પોલીસની રહેમ નજરમાં જુગાર ચાલતો હશે એ પણ સવાલ ઉઠ્યો છે ત્યારે આ બંને મામલે યોગ્ય તપાસ જરૂરી છે

(10:59 pm IST)