Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

રાજપીપળા મોતીબાગના સેવાભાવી વ્યક્તિએ ઉતરાણ પર્વ નિમિત્તે અંતરિયાળ ગામમા બાળકોને પતંગ,ડોરા,લાડુ આપ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલાના મોતીબાગ વિસ્તારના સેવાભાવી જગદીશભાઈ વસાવા દ્વારા  ઉતરાયણ પર્વ નિમીત્તે અંતરિયાળ ગામમા બાળકોને  પંતગ, દોરી, કપડા અને લાડુનુ વિતરણ કરાયું હતું

મોતીબાગ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ વસાવા આમતો તેમના અને આજુ બાજુ વિસ્તારના વિધાર્થીઓના ટયુશન ક્લાસ ચલાવે છે પરંતુ મોતીબાગ વિસ્તારમાં કોઈપણ જાતના સામાજિક કે સેવાકાર્યમા હંમેશા તૈયાર રહેતા હોય છે જેમણે ઉતરાણ પૂર્વે નર્મદા જીલ્લાના અંતરિયાળ ગામના બાળકોને ઉતરાયણ નિમીત્તે પંતગ, દોરી,કપડા અને લાડુનુ વિતરણ તેમની ટિમ સાથે કરી અંતરિયાળ વિસ્તારના ગામડાના બાળકો કે જેઓ આર્થિક રીતે પછાત હોવાથી કોઈ તહેવાર મનાવી શકતા ન હોય તેમને ઉતરાણ કરવા માટે જરૂરી વસ્તુઓ આપી ખુશ કર્યા હતા.

(10:53 pm IST)