Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

રાજપીપળા સિંધીવાડમાં વિરોધ પક્ષના નેતાના સહયોગથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિંધીવાડ વિસ્તારમાં શહેરી.પ્રા.આ કેન્દ્ર રાજપીપલા દ્વારા વોર્ડ નં.5 ના કોર્પોરેટર અને રાજપીપલા નગર પાલીકાના વિરોધ પક્ષના નેતા શાહેનૂરબેન પઠાણના સહયોગથી શાળામાં જતા 15 થી 18 વર્ષના બાળકો અને કોવિડ રસીકરણમા 2 ડોઝ માટે બાકી રહેલ શહેરીજનોનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં શાહેનૂરબેન પઠાણ દ્વારા આ વિસ્તારના વધુમાં વધુ લોકો રસીકરણનો લાભ લઇ કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવી સ્વસ્થ રહે તે બાબતે તકેદારી લેવામાં આવી હતી જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા પણ પૂરતો સહકાર મળ્યો હતો

(11:05 pm IST)