Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

ગુમ થયેલ મહિલાની ભાળ મળ્યેથી આમલેથા પોલીસ સ્ટેશન,નર્મદા જિલ્લા પોલીસ કંટ્રોલને જાણ કરવા અનુરોધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમલેથા પોલીસમાં નોંધાયેલા ગુના મુજબ ગુમ થનાર કલાવતીબેન વા/ઓ ધનસુખભાઇ સોમાભાઇ વસાવા (ઉંમર-૪૨ ) (રહે. રૂમાલપુરા તા.ઝગડીયા જિ. ભરૂચ)નાઓ ગઇ તા.૧૦/૧૨/૨૦૨૧ ના રોજ પિયર (ગાગર તા.નાંદોદ જિ. નર્મદા) ખાતે રહેતા પોતાના માતા-પિતાની ખબર લઇ બપોરે ૦૩:૦૦ વાગ્યાના અરસામાં ગાગર ગામેથી પોતાની સાસરી રૂમાલપુરા ખાતે જવા માટે નિકળેલ તે દરમિયાન ગુમ થયેલ છે. સદર ગુમ થનારનું વર્ણન શરીરે મજબુત બાંધાની, રંગે ઘઉ વર્ણની, મોઢુ લંબગોળ છે. ૫૫ ઉંચાઇ છે. શરીરે વાદળી કલરની સાડી પહેરેલ છે. ગુમ થયેલ મહિલાની ભાળ મળેથી આમલેથા પોલીસ સ્ટેશન,તા.નાંદોદ, જિ. નર્મદાના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એસ.આર.વસાવા મો.નં -૮૧૪૧૬ ૧૦૯૦૬ તેમજ જિલ્લા પોલીસ કંટ્રોલ ફોન નંબર (૦૨૬૪૦)-૨૪૨૧૧૩ ઉપર જાણ કરવા આમલેથા પોલીસ સ્ટેશન તરફથી જણાવાયું છે.

(11:01 pm IST)