Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

અમદાવાદમાં કોરોના બેફામ :નવા 19 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરાયા : શહેરમાં કુલ 177 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન

ગઈકાલે 180 વિસ્તારો માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં હતા જેમાંથી 22ને દૂર કરાયા અને અન્ય 19ને ઉમેર્યા

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. અમદાવાદમાં સતત છેલ્લા 2 દિવસથી 4 હજારને નજીક કોરોના કેસો આવી રહ્યા છે.

 અમદાવાદમાં સૌથી વધુ 3754 કેસ પોઝિટિવ આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે AMC દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે વધુ #COVID19 સંક્રમણ અટકાવવા અ.મ્યુ.કો. દ્વારા નવા કુલ 19 માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 22 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને ઝોનમાંથી મુક્તિ આપવામા આવી છે. ગઈકાલે 180 વિસ્તારો માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં હતા જેમાંથી 22ને રીલીઝ તેમજ અન્ય 19ને ઉમેરવામાં આવતા હવે શહેરમાં આ વિસ્તારોની સંખ્યા 177સુધી પહોંચી ગઈ છે

કમુરતા ઉતરતા જ હવે લગ્નસરાની સિઝન ચાલુ થઈ ગઈ છે. પહેલા 400 લોકોને લગ્ન માટે છૂટછાટ આપવાનો સરકારે નિર્ણય લીધો હતો પરંતુ બાદમાં 150ની જ સંખ્યા લગ્નમાં રાખવા સર્ક્યુલર જાહેર કરતાં હવે લગ્ન ઈચ્છુક પરિવારો ચિંતામાં મુકાયા છે કારણ કે તેમને અગાઉની ગાઉડલાઇન મુજબ 400 લોકોને લગ્ન માટે નિમંત્રણ આપી દીધું છે પણ હવે 150 લોકોની સંખ્યા સીમિત થઈ જતાં મોટી દુવિધા ઊભી થઈ છે. અનેક ફરિયાદો મળતા હવે AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેરેજ હોલના બુકિંગ રદ કરે તો મનપા હોલના બુકિંગની 95 ટકા રકમ પરત કરશે તેવો નિર્ણય આજની બેઠકમાં લેવામાં આવ્યો છે.કોરોનાના કેસ વધતા લોકો સામાજિક પ્રસંગો મૌકૂફ રાખી રહ્યા છે કારણ કે તંત્રએ લગ્ન પ્રસંગમાં 150 લોકોને હાજર રાખવાની મંજૂરી આપી છે જેથી ધામધૂમથી લગ્ન કરવાના ઓરતા અધૂરા રહી જાય તેમ છે. લગ્ન સિવાય અન્ય કોઈ કાર્યકમ માટે જો હૉલ બુક કરાવ્યો હશે તો પણ 95 ટકા સુધીનું રિફંડ મળવા પાત્ર છે.

(10:29 pm IST)