Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

નડિયાદ પોલીસે પૂછપરછના બહાને યુવકને પોલીસ સ્ટેશનમાં બોલાવી ઢોરમાર મારતા યુવક ઈજાગ્રસ્ત

વડોદરા: નડિયાદ પોલીસે પૂછપરછના બહાને અનગઢ ગામના યુવકને પોલીસ સ્ટેશન બોલાવી માર માર્યો હતો.પોલીસે એટલી હદે યુવકને માર માર્યો  હતો કે,યુવક બેભાન થઇ ગયો  હતો.ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

નડિયાદ પોલીસ સ્ટેશનમાં સગીરાના ગૂમ થયાની નોંધાયેલી ફરિયાદની  તપાસ માટે પોલીસે વડોદરા નજીકના અનગઢ ગામે રહેતા મહેશ વખતસિંહ ગોહિલ નામના યુવકને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.પોલીસે પૂછપરછના બહાને યુવકને બોલાવી ઢોર માર માર્યો હતો .યુવક પોતે નિર્દોષ હોવાનુ રટણ કરતો રહ્યો હતો.પરંતુ,પોલીસ તેની વાત માનવા તૈયાર જ નહતી.અને તેને માર મારવાનુ ચાલુ રાખ્યુ હતુ.પોલીસનો  અસહ્ય માર સહન નહી થતા યુવક બેભાન થઇ ગયો હતો.

ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.સયાજી હોસ્પિટલના ડોક્ટરે નડિયાદ પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્તે લખાવેલી દવાખાના વર્ધી તપાસ માટે મોકલી આપી છે.

(5:34 pm IST)
  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST

  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST