Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી વડોદરામાં નિર્માણ પામેલી દેશની સૌપ્રથમ રેલ્વે યુનિવર્સિટીનો તા.૧પ ડિસેમ્બર શનિવારે લોકાર્પણ : મુખ્યમંત્રીશ્રી – કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી સંયુકત પણે લોકાર્પણ કરશે

વડોદરા: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વડોદરામાં નિર્માણ પામેલી દેશની સૌ પ્રથમ રેલ્વે યુનિવર્સિટીનો લોકાર્પણ શનિવારે તા.૧૫ ડિસેમ્બરે બપોરે ૪-૦૦ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય રેલ મંત્રી શ્રી પીયૂષ ગોયલ કરશે.

         વડોદરામાં લાલ બાગ ખાતે રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન  પરિસરમાં આયોજિત આ લોકાર્પણ અવસરે વડોદરા મહાનગરના મેયર ડૉ. જીગીષાબહેન શેઠ તેમજ સાંસદ રંજનબહેન ભટ્ટ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

         કેન્દ્ર સરકારના રેલ્વે મંત્રાલયે માળખાકીય વિકાસ માટે આ યુનિવર્સિટીને પાંચ  વર્ષના પ્રોજેક્ટ અંતર્ગત ૪૨૧ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

         આ રેલ્વે યુનિવર્સિટીમાં બી.એસ.સી ઈન ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી અને બી.બી.એ ઈન ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. 

(11:52 pm IST)