Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

દિલ્હી ગેંગનો પર્દાફાશઃહરિયાણાના મનીષ શર્માએ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ ખરીદ્યું હતું લોકરક્ષકદળનું પેપર:મોટો ખુલાસો

અગાઉ મધ્યપ્રદેશમાં FSIનું પેપર પણ 2 કરોડમાં ખરીદ્યું હતું

અમદાવાદ :લોકરક્ષક દળના પેપર લીક કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ જ્યાંથી પેપર ફૂટ્યું હતુ તેની કડી સુધી પહોંચી છે.સમગ્ર કેસમાં મુખ્ય સૂત્રધાર દિલ્હીની ગેંગનો પર્દાફાશ થયો છે.પોલીસના જણાવ્યા પ્રમાણે હરિયાણાનો રહેવાસી મનીષ શર્મા સહિત ત્રણ શખ્સોએ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ખરીદ્યું હતું.સમગ્ર કાંડમાં મનીષ શર્મા અને અશોક સાહું મુખ્ય સૂત્રધાર છે.  

 લોકરક્ષક દળના પેપર ફૂટવા મામલે પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં હરિયાણા મૂળનો રહેવાસી મનીષ શર્મા અને અશોક સાહું નામના વ્યક્તિ સૂત્રધાર છે, જેમાં મનિષ શર્માએ જ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ખરીદ્યું હતું. મનિષ શર્માએ અગાઉ મધ્યપ્રદેશમાં FSIનું પેપર પણ 2 કરોડમાં ખરીદ્યું હતું

    સમગ્ર મામલે ગુજરાતના મુખ્ય ત્રણ આરીપો પોલીસની રડારમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ત્રણેય આરોપીમાં અશ્વિન પરમાર, નિલેશ ચૌહાણ, સુરેશ પંડ્યા વોન્ટેડ છે. જેમાં અશ્વિન પરમાર અને સુરેશ પંડ્યાને LRDનું પેપર ખરીદવા ઇચ્છતા યુવકોને શોધવાની કામગીરી સોંપાઇ હતી. પેપર શોધવા માટે અશોક સાહુએ અશ્વિન, સુરેશ અને નિલેશ સાથે અમદાવાદમાં હોટેલમાં મિટિંગ કરી હતી

   લોકરક્ષક દળનું પેપર ખરીદવા માટે ગુજરાતના 30થી વધુ લોકોએ પૈસા પણ આપી દીધા હતા. પોલીસને અંદાજ છે કે આ લોકોએ આરોપીઓને પાંચ પાંચ લાખ રૂપિયા આપ્યા છે. સમગ્ર કેસમાં અત્યારસુધીમાં 40થી વધુ લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે

(11:28 pm IST)