Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

કપડવંજમાં યુવતીની મશ્કરી કરવા બાબતે ઠપકો આપતા શખ્સે છરીથી હુમલો કર્યો: અદાલતે 10 વર્ષની સજાની કરી સુનવણી

ખેડા:જિલ્લાના કપડવંજ તાબે યુવતીની મશ્કરી કરનાર ટપોરીને આજે નડિયાદ સેશન્સ કૉર્ટ દ્વારા ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. યુવતીની મશ્કરી કર્યા બાદ આ અંગે ઠપકો આપનાર ઉપર પણ આરોપીએ જીવલેણ હુમલો કર્યો હતો.

ઉપરોક્ત ઘટનામાં ૨૦ ફેબુ્રઆરી, ૨૦૧૫ના રોજ આરોપી શારૂખખાન ઉર્ફે  શાહરૂખખાને (રહે. ઈસ્લામપુરા, મુ. કપડવંજ) પોતાના ઘર નજીક આવેલ મદ્રેશાના ઓટલા ઉપર બેસી છોકરીઓની મશ્કરીઓ કરતો હતો. આ બાબતે કલ્લુ સબીરભાઈ મલેકે તેને ઠપકો આપ્યો હતો. જેની અદાવતમાં શારૂખે કલ્લુને બિભત્સ શબ્દો બોલી અને ફેંટ પકડીને ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમ્યાન  આસપાસના લોકો તેને છોડાવવા વચ્ચે પડે તે પહેલા શારૂખે પોતાના ખીસ્સામાંથી છરી કાઢી સબીરભાઈના પેટમાં ડાબી બાજુ મારી દીધી હતી. જેથી સબીરભાઈને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં સબીરભાઈએ શારૂખ સામે કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી.

(5:17 pm IST)