Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

વડોદરાના વાઘોડિયા રોડ પર અગમ્ય કારણોસર મોડી સાંજે શખ્સે ફાસો ખાઈ જીવનલીલા સંકેલી

વડોદરા:શહેરના વાઘોડીયા રોડ પર દેવમ એવન્યુની બાજુમાં દર્શન હાઇટ્સમાં રહેતા અને સુથારી કામ કરતા ૩૫ વર્ષના યુવકે મંગળવારે મોડી સાંજે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

ફાંસો ખાનાર યુવક નરેન્દ્ર રામદિન પ્રજાપત્તિ સુથારી કામની સાથે એલઆઇસીના એજન્ટ તરીકે પણ કામ કરતો હતો. તેના લગ્ન થયા હતા પરંતુ છૂટાછેડા થઇ ગયા હતા અને અહી તે એકલો જ રહેતો હતો. મંગળવારની સાંજે પાંચ વાગ્યાના અરસામાં તેની સામે રહેતા પડોશીએ બારીમાથી નરેન્દ્રની લાશ ફાંસા પર લટકતી જોઇ હતી અને તેમણે પોલીસને જાણ કરી હતી. નરેન્દ્રએ બેડરૃમમાં પંખાના હૂક પર નાયલોનની દોરીથી ફાંસો ખાઇ લીધો હતો તે પહેલા તેણે પોતાની છાતી અને પેટ પર બ્લેડના ઘા માર્યા હતા. મરતા પહેલા તે ચિઠ્ઠી લખી ગયો છે કે દેવુ વધી જતા આ પગલુ ભર્યુ છે. 

(5:16 pm IST)