Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

વાસંદા નજીક આહવામાં લેડીઝ હોસ્ટેલમાં આગ ભભુકતા અફડાતફડી: છોકરીઓએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યો

વાંસદા:ડાંગનાં આહવા ખાતે આવેલી જનરલ નર્સિગ કોલેજનાં કન્યા હોસ્ટેલનાં ડાયનીંગ હોલમાં આગ ફાટી નીકળી હતી. આગમાં ફર્નિચર લાયટીંગ ભસ્મીભૂત થઈ જતા અફડા તફડીનો માહોલ સર્જાય હતો જેમાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ બારીમાંથી કુદી જીવ બચાવવા સફળ રહી હતી.

આહવાનાં સનસેટ પોઈન્ટ પર કરોડોનાં ખર્ચે બનાવવામાં આવેલી નર્સિંગ હોસ્ટેલમાં મંગળવારે રાત્રે એકાએક આગ ભભૂકી ઉઠતા હોસ્ટેલની નીચે આવેલા ડાયનીંગ હોલનું ફર્નિચર, ટેબલ ખુરશી, લાઈટ, પંખા ભસ્મીભૂત થઈ ગયા હતા. ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા ડાયનીંગ હોલમાં લાગેલી આગ વધુ વિકરાળ બનતા ઉપલા માળમાં રહેતી નર્સિંગની વિદ્યાર્થીનીઓને નીચે આવવા  કોઈ માર્ગ ન રહેતા બારીમાંથી કુદી જીવ બચાવવાની નોબત આવી હતી. 

(5:05 pm IST)