Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

નાઈરોબીમાં શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથની ૧૯૯ મી પ્રાગટ્ય જયંતી પર્વે ગ્રંથ યાત્રા, પૂજન-અર્ચન

જગતના સર્વ ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે...

જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્યારો છે...

વિશ્વનો ઐતિહાસિક વિરલ ગ્રંથ વચનામૃત. આ વિશ્વમાં પ્રચલિત મુખ્ય ધર્મોના ધર્મગ્રંથો, જેવા કે ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઈબલ, ઇસ્લામ ધર્મગ્રંથ કુરાનેશરીફ, જૈન ધર્મગ્રંથ જૈન શ્રુત, બૌદ્ધ ધર્મગ્રંથ ત્રિપિટીક... તે તે ધર્મના સ્થાપકો પછી તૈયાર થયા છે, જયારે શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથ શ્રી સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં જ તૈયાર થયેલો છે. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં  ગહરે ઘરે વંચાતું અને પૂજાતો મહાન ગ્રંથ એટલે વચનામૃત. આર્ટ ઓફ લીવીંગ જીવન જીવવાની કળા શીખવતો આ મહાન ગ્રંથ છે.

એક વર્ષ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક ફિરકાઓમાં આ ગ્રંથની ઉજવણી થતી રહેશે. ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા, અમદાવાદ, વરતાલ, સારંગપુર, કારિયાણી, લોયા, કનિદૈ લાકિઅ પંચાળા વગેરે સ્થળોએ સભામાં સંતો ભકતો વચ્ચે કરેલ કથાવાર્તા સત્સંગના શબ્દોને ગ્રંથસ્થ કરાયેલ છે. આજથી ૨૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં હજુ ગુજરાતી કનિદૈ લાકિઅ સ્કૂલોનો પ્રારંભ અકિલા થયો હતો ત્યારે સંપ્રદાયના સંતો પોતપોતાની રીતે ભગવાનની વાતોને લખી લેતા એ શબ્દોથી વીંંધાઇ ગયેલાાને શબ્દોને વીંધીને  આરપાર નિકળી ગયેલા નંદસંતો શ્રી મુકતાનંદસ્વામી, શ્રી ગોપાલાનંદ સ્વામી, શ્રી નિત્યાનંદ અકીલા સ્વામી, શ્રી શુકાનંદ સ્વામીએ ભગવાનશ્રી સ્વામિનારાયણના કનિદૈ લાકિઅ વચનોને ગ્રંથસ્થરૂપે કરેલ તે વચનામૃતનું આજે દ્વિશતાબ્દિ વર્ષ શરૂ થઇ રહયું છે. ત્યારે તેનો મહામહોત્સ્વ આવતા વર્ષ આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં મણિનગરમાં  ઉજવાશે. તે પૂર્વે સંપ્રદાયના સંતો, લાખો હરિભકતો ,નાના મોટા મંદિરોમાં દેશ અને વિદેશમાં પાઠ પૂજન, વાંચન, શ્રવણ કરશે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં નાઈરોબીમાં શોભાયાત્રા, ગ્રંથપૂજન, આશીર્વાદ, બાળકોના પ્રવચન વગેરે કરવામાં આવ્યું હતું.

(11:46 am IST)