Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

આણંદ તાલુકાના નાપાડ વાંટામાં બાઈક ચાલકે સાયકલને હડફેટે લેતા સાયકલ સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આણંદ: તાલુકાના નાપાડ વાંટા ખાતે રહેતા દાઉદખાન રાઠોડ ગત ૭મી તારીખના રોજ સવારના દશેક વાગ્યાના સુમારે મોગરી રોડ ઉપર આવેલી પોલ્ટ્રીફાર્મ ઉપર ઈંડા લેવા માટે સાયકલ લઈને ગયા હતા. ત્યાં ઈંડા ના મળતા પરત આવી રહ્યા હતા ત્યારે અંધારીયા ચોકડી પાસે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલા બાઈક નંબર જીજે-૨૩, બીએફ-૪૭૫૧ના ચાલકે ટક્કર મારતાં દાઉદખાનને શરીરના ભાગે ઈજાઓ થવા પામી હતી. જેથી તેમને સારવાર માટે તુરંત નાવલીની સરકારી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અંગે આણંદ રૂરલ પોલીસે બાઈકના ચાલક મીહીરભાઈ હર્ષદભાઈ પટેલ (રે. બોચાસણ)વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(5:45 pm IST)