Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મહેમદાવાદના વાંઠવાળી ગામની સીમમાં પસાર થતા એક્સપ્રેસ હાઇવે પર પુરપાટ ઝડપે જતી કારે આગળ ઉભેલી બે કારને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત: ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહેમદાવાદ: તાલુકાના વાંઠવાળી ગામની સીમમાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ઉપરથી પુરપાટ ઝડપે પસાર થતી એક કારે આગળ ઉભેલી બે કારોને ટક્કર મારતાં ત્રણને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતાં તેમને સારવાર માટે અમદાવાદની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. અંગે મહેમદાવાદ પોલીસે કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

અકસ્માતની મળતી માહિતી મુજબ ભરૂચમાં રહેતાં અને નગરપાલિકામાં ફાયર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં સત્યજીતસિંહ હરેન્દ્રસિંહ રાઉલજી ગત રવિવારના રોજ નગરપાલિકાના ચીફ ઓફિસરની હ્યુન્ડાઈ આઈ ૧૦ ગાડી નં.જીજે-૦૯, બીઈ-૯૪૫૭માં ચીફઓફિસરની બહેનને બેસાડી ઈડર જવા માટે નીકળ્યાં હતાં. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામ નજીકથી તેઓ પસાર થતાં હતાં. તે વખતે બાજુના ટ્રેકમાંથી પુરપાટ ઝડપે પસાર થતાં એક ટ્રકના ચાલકે સત્યજીતસિંહની ગાડીને ઘસાઈને નીકળી ગયો હતો. ગાડીને થયેલ નુકસાન જોવા માટે સત્યજીતસિંહે પોતાની ગાડી ઊભી રાખી હતી. જે બાદ ગાડી ચાલુ થતાં માર્ગ પરથી પસાર થતી જીજે-૦૯ પાર્સીગની અન્ય એક ગાડીના ચાલકે સત્યજીતસિંહની મદદ માટે ગાડી ઊભી રાખી હતી. અને તેઓ સત્યજીતસિંહની ગાડી ચાલુ કરવાના પ્રયત્નો કરતાં હતાં. તે સમયે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવતી હ્યુન્ડાઈ ઈયોન ગાડી નં. જીજે-૨૭, બીએલ-૮૧૨૪એ બન્ને કારને ટક્કર મારતાં અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં સત્યજીતસિંહ તેમજ તેમની ગાડી ચાલુ કરવા માટે મદદ માટે ઊભેલા મિતુલભાઈ વ્યાસ (રહે.હિંમતનગર) તેમજ અકસ્માત સર્જનાર ગાડીમાં સવાર તરૂલત્તાબેનને ઈજા પહોંચી હતી. આસપાસ એકત્રિત લોકોએ એક્સપ્રેસ વે એમ્બ્યુલન્સને ફોન કરતાં તે તાત્કાલિક આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બનેલા ત્રણેયને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યાં હતાં.

(5:43 pm IST)
  • ગુજરાતમાં ખેડૂતો માટે ૭૦૦ કરોડની સહાયનું પેકેજ- ૩૩ ટકા કરતા વધુ નુકસાન માટે કરાશે સહાય - પિયતમાં ૧ હેકટર દીઠ ૧૩, ૫૦૦ રૂ. ની સહાય અપાશે - બિન પિયતમાં હેકટર દીઠ ૬,૮૦૦ રૂ.સહાય અપાશે - પાકવીમા સિવાય પણ રાજય સરકારે સહાય જાહેર કરી - ૨ લાખ કરતા વધુ ખેડૂતોને મળશે સહાય access_time 5:35 pm IST

  • ઝારખંડ વિકાસ મોરચાએ 37 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી : યૌન ઉત્પીડનના આરોપમાં ઘેરાયેલ ધારાસભ્ય પ્રદીપ યાદવને આપી ટિકિટ : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળા મહાગઠબંધનથી અલગ થયેલ ઝારખંડ વિકાસ મોરચાએ બીજી યાદી જાહેર કરી દીધી access_time 1:09 am IST

  • નવસારી: વાંસદામાં સતત બીજા દિવસે ભૂંકપના આંચકા અનુભવાયા :લોકોમાં ભયનો માહોલ access_time 10:36 pm IST