Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન પર ભંગાણ આવતા 19 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ નાખવામાં આવશે

વડોદરા:શહેરના પશ્ચિમ વિસ્તારમાં  જૂના પાદરા રોડ ચકલી સર્કલથી રાજલક્ષ્મી મલ્હાર પોઇન્ટથી ઊર્મિ સર્કલ સુધીની ડ્રેનેજ લાઇન પર ભંગાણ પડેલા હોવાથી અને કામચલાઉ રિપેરિંગ કરાયા બાદ ભવિષ્યમાં મોટી સમસ્યા સર્જાય તેમ હોવાથી માઇક્રોટનલિંગ પધ્ધતિથી રૃા.૧૯.૪૪ કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે.

જુના પાદરા રોડ સ્થિત ચકલી સર્કલ થી રાજ લક્ષ્મી સોસાયટીથી મલ્હાર પોઇન્ટ જંક્શન થઇ ઊર્મી સોસાયટી ચાર રસ્તા સુધી ૧૮ મીટરના રસ્તે વર્ષો જુની ૨૮ ઇંચ ડાયા મીટરની સાડા મીટરની ઉંડાઇમાં ડ્રેનેજ ગ્રેવિટી લાઇન છે લાઇન પર અગાઉ છેલ્લા પાંચ વર્ષોમાં આઠ જેટલા મોટા બંગાણો પડેલા છે. જેને કામ ચલાઉ ધોરણે રિપેર કર્યા છે. ભંગાણોની રીપેરીંગ કામગીરીમાં હાલની લાઇન ઉપરનો ભાગ સંપૂર્ણપણે નષ્ટ થયેલો જણાયેલો છે. ચોમાસામાં રાજલક્ષ્મી સોસાયટીની સામે, પુનીતનગર, મલ્હાર પોઇન્ટ, શિવાંગ કોમ્પ્લેક્ષ ગેઇલ પાસે વિવિધ સ્થળે ભંગાણ પડેલા હતા જેને રીપેરીંગ કરીને તેમજ ભંગાણગ્રસ્ત ભાગમાં કામચલાઉ નવી લાઇનના ટુકડા નાખીને લાઇન કાર્યરત કરેલી છે

(5:38 pm IST)