Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

કમોસમી વરસાદથી બનાસકાંઠા જિલ્લામાં હજારો હેક્ટરમાં બટાકાનું વાવેતર નિષ્‍ફળતા જતા ખેડૂતોને ફટકો

પાલનપુર: બનાસકાંઠા જીલ્લામાં મોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયુ છે. કમોસમી વરસાદ પડતાં બટાકામાં ફૂગ આવી જતાં પાકને મોટું નુંકસાન થયું છે. પાકને નુકસાન થતાં બટાકાનાં વાવેતરમાં ખેડૂતોએ ટ્રેકટર ફેરવ્યાં છે.1 વિઘા પાછળ 35 હજારનો ખર્ચ થયો હોવાથી ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. હજારો હેકટરમાં બટાકાનું વાવેતર નિષ્ફળ જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

                 બનાસકાંઠા જીલ્લો બટાકા નગરી તરીકે ઓળખાય છે. દિવાળી પછી તરત જ બટાકાનાં વાવેતરની શરૂઆત કરવામાં આવે છે. આ વખતે પણ દિવાળી પછી તરત જ ખેડૂતોએ પોતાનાં ખેતરમાં બટાટાનું વાવેતર કર્યું હતું. ખેડૂતો ને ક્યાં ખબર હતી કે જે વાવેતર બટાકાનું કર્યું છે તે નિષ્ફળ જવાનું છે. ખેતરોમાં પાણી ભરાવાનાં કારણે બટાટાનાં વાવેતરનાં બિયારણને ફૂગ લાગવાનાં કારણે બિયારણ બગડી જતાં ખેડૂતોને પડતાં પર પાટુ માર્યાં જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

                  સુત્રોએ જણાવ્યુ હતુ કે, એક વીઘા પાછળ ખાતર બિયારણ અને ખેડની મજૂરી કરીએ તો કુલ ૫૦ હજાર જેટલો ખર્ચ થયો છે. હાલ આફતનાં કારણે બટાટાનાં વાવેતર પર ટ્રેકટર ફેરવી ફરીથી વાવેતર કરવાનાં કારણે ફરી 50 હજાર જેટલો ખર્ચ એટલે કે 1 વિઘામાં લાખ રૂપિયાનો ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોની માંગ છે કે બીજા પાકની જેમ બટાટાનાં પણ વાવેતરને જાજા નુકસાન થયું છે. ત્યાં સર્વે કરી અને તાત્કાલિક યોગ્ય સહાય કરવામાં આવે.

(5:01 pm IST)