Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ફિલ્મ 'દિયા ધ વન્ડર ગર્લ' બાયોપિકનું ઓફિશિયલ ટ્રેલર-મ્યુઝીક લોન્ચ

(કેતનખત્રી) અમદાવાદ : 'દિયા - ધ વન્ડર ગર્લ' મૂવી એ અમદાવાદની ૯ વર્ષની છોકરીની બાયોપીક છે. જેણે તેની માતાની પ્રેરણા દ્વારા એક વર્ષના ટૂંકા ગાળામાં પોતાની નિશ્રય અને સખત મહેનત થકી ટેકવોન્ડોમાં સબ જુનિયર માર્શલ આટર્સ નેશનલ ગોલ્ડ મેડલ વિજેતા બની હતી. બ્રેડી એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેને પવનજી મોરારકા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

દિનેશ સિંઘાલ ફિલ્મના ક્રિએટીવ પ્રોડ્યુસર છે. માર્શલ આટ્ર્સ શીખવા અને પ્રેકટીસથી લઈને વિજેતા ગોલ્ડ મેડલ સુધીની તેની યાત્રા સરળ નહતી સબ જુનિયર ડિસ્ટ્રીકટ લેવલ ટુર્નામેન્ટમાં ભાગ લેતી વખતે તે તેના વિરોધી દ્વારા ખરાબ રીતે ઘાયલ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. આ ઘટનાને કારણે દીયાને પોતાની તાલીમ છોડવી પડી હતી તેણીની કેટેગરીમાં રાષ્ટ્રીય ગોલ્ડમેડલ જીતવાની તેની યાત્રા પણ વિવાદથી ભરેલી છે. પરંતુ ફાઈનલમાં તે કટોકટીને પહોંચી વળીને પોતાને આગળ ધપાવવાની પ્રક્રિયા ખૂબ જ સરસ હતી છેવટે રાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો અને તેના માતા, પિતા, પરીવારના સભ્યો અને સમગ્ર ગુજરાતી સમુદાયને તેના માટે ગૌરવ અપાવ્યો.

સુરેશ બિશ્નોઈએ આ ફિલ્મની વાર્તા, પટકથા લખી છે અને દિગ્દર્શન પણ કર્યુ છે જતીન અને પ્રતિક દ્વારા સંગીત આપવામાં આવ્યુ છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં દિયા જે પટેલ મુખ્ય ભૂમિકામાં છે. જયારે ચંદ્રેશ કંસારા પિતા જીજ્ઞેશ પટેલની ભૂમિકામા઼ અને સૂરજ વાઢવા એ કોચ ભાવિની જાની, હરીશ ડાગીયા, પ્રેમલ યાજ્ઞિક સોનાલી નાણાવટી અન્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

(12:59 pm IST)