Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

અમદાવાદના નાના ચિલોડા પાસે અપહરણ કરાયેલ વેપારીનો છુટકારો :

મહિલાએ હાથ બતાવી લિફ્ટ માંગી વ્યક્તિનું કરાયું અપહરણ;છુટકારા માટે છ લાખ માંગ્યા

અમદાવાદના નાના ચિલોડા પાસે અપહરણ કરાયેલા વેપારીનો છુટકારો થયો છે. અપહરણકારોએ કીડનેપ થયેલા વેપારીના છુટકારા માટે છ લાખ રૂપિયા માંગ્યા હતા અને પરિવારજનોએ રૂપિયાની ચૂકવણી કરતા અપહરણ થયેલા વેપારીને બોડકદેવ ખાતે મુકી દેવાયો છે. અપહરણના સમગ્ર બનાવ મુદ્દે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને અપહરણકારોની ભાળ મેળવવા કવાયત હાથ ધરી છે.

 જાણવા મળતી વિગત મુજબ મહિલાએ હાથ બતાવી લિફ્ટ માંગી વ્યક્તિનું અપહરણ કરાયું હતું અપહરણ માંથી છુટાકરો મેળવવા માટે અપહરકર્તાઓએ 6લાખ રૂપિયા માંગ્યા હતા એવું કહેવાય છે કે પરિવારજનોએ રૂપિયા આપતા વ્યક્તિનું અપહરણકારોએ છુટકારો કર્યો હતો અને બોડકદેવ પાસે અપહરણ કરાયેલા વ્યક્તિને મૂકી જવાયો હતો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધી આરોપીની ભાળ મેળવવાની કવાયત હાથ ધરી છે

(1:16 pm IST)