Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

સુરતના પરવત ગામના જવેલર્સમાં રોકડ અને 150 ગ્રામ સોનાની લૂંટનો મુખ્ય આરોપી ઝડપાયો

દુકાનદારને બંધક બનાવી લૂંટ ચલાવી સીસીટીવીની ડીવીઆર પણ લઇ ગયા હતા

 

સુરતના પરવત ગામ વિસ્તારમાં ચાર માસ અગાઉ જ્વેલર્સ ત્રણ શખ્સો રોકડા રૂપિયા સહિત અંદાજે 150 ગ્રામ સોનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.બંદૂકની અણીએ લૂંટની ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો

 . લૂંટ કરનાર ઇસમોની શોધખોળ શરૂ કરી હતી. દરમ્યાન લૂંટની ઘટનામાં મુખ્ય આરોપી નાના ઉર્ફે રાજુ તોતારામ દુસાની ધરપકડ કરી છે. દુકાનદારને બંધક બનાવી લૂંટ ચલાવી અને દુકાનમાં લાગેલ સીસીટીવીનું ડીવીઆર લૂંટારુઓએ લઈ ગયા હતા.

 શહેરની અલગ-અલગ બ્રાન્ચો પણ આરોપીઓને પકડવા કામે લાગી હતી. આજુબાજુ પોલીસ દ્વારા તપાસ કરતા નજીકમાં એક દુકાનમાં સીસીટીવીમાં એક વ્હાઇટ કલરની કાર દેખાઈ હતી. જેની તપાસ કરતા બે દિવસ બાદ કાર બિનવારસી મળી આવી હતી.

(11:22 pm IST)