Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

પાટણમાં આયુષ મેડિકલ ઓફિસરોએ વિવિધ માંગણી સાથે દેખાવો કરી હડતાલ પર ઉતર્યા

જૂન માસમાં કાયમી કરવાનો પરિપત્ર મોકૂફ રહેતા જબરી નારાજગી

ફોટો aayush

પાટણમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આયુષ મેડિકલ ઓફિસરોએ વિવિધ માંગણીઓ મુદ્દે દેખાવો કરીને હડતાળ પર ઉતર્યા છે. પાટણના સિંધવાઇ મંદિર ખાતે સમાન કામ સમાન વેતનની માંગણી સાથે જિલ્લાભરમાંથી અનેક મેડિકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

 પાટણ જિલ્લા પંચાયત સંચાલિત 22 સરકારી દવાખાનામાં 2006માં નેશનલ મિશન હેલ્થ સ્કીમ અંતર્ગત આયુષ મેડિકલ ઓફસરની પોસ્ટ ઉભી કરી 22 જેટલા ડોક્ટરોની ભરતી કરાઇ હતી.

  ગત વખતે 25 હજારનો ફિક્સ પગાર નક્કી કરાયો હતો. ગત જૂન માસમાં સરકારે તેમને કાયમી કરવા એક પરિપત્ર જાહેર કર્યો હતો. પરંતુ કોઇ કારણોસર આ પરિપત્ર હાલ પૂરતો મોકૂફ રખાતા રોષે ભરાયેલા આયુષ મેડિકલ ઓફિસરો હડતાળ પર ઉતરી ગયા છે.

(7:11 pm IST)