Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ગુજરાતમાં કાર્યપાલિકા પર સરકારની કોઇ લગામ નથી

ગુજરાતમાં લોકશાહી મરીપરવારી છે : ધાનાણીઃ લોકોની વધતી સમસ્યા જ્યારે આંદોલનના આવાજ તરીકે ઉભરી આવે છે ત્યારે પોલીસ તંત્રનો દુરુપયોગ થાય છે

ગુજરાતમાં કાર્યપાલિકા પર સરકારની કોઇ લગામ નથી

અમદાવાદ,તા.૧૧: ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં લોકશાહી મરી પરવારી છે. કાર્યપાલિકા ઉપર સરકારની લગામ નથી. લોકોની વધતી સમસ્યારઓ જ્યારે આંદોલનના અવાજ તરીકે ઉભરે ત્યારે પોલીસ તંત્રનો સતત દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સમસ્યારઓને વાચા આપવા માટે વિધાનપાલિકા કે જે લોકશાહીનું મંદિર છે, પરંતુ કમનસીબે ભાજપના રાજમાં વિધાનસભાના સત્ર અને તેના દિવસો સતત ઘટી રહ્યા છે. ૧૮-૧૯ સપ્ટેમ્બર બે દિવસ માટે માત્ર સંવિધાનિક ફોરમાલીટી પૂરી કરવા માટે વિધાનસભાનું ટૂંકું સત્ર બોલાવવામાં આવ્યું છે. પૂર્વે મુખ્યમમંત્રીને પત્ર લખી ગુજરાતના વિવિધ વર્ગની સમસ્યાઓને વાચા આપવા માટે અમે વિશેષ સત્રની માંગણી કરી હતી, જેને આ તાનાશાહી સરકારે બહુમતીના જોરે અહંકારના મદમાં ફગાવી દીધી. હવે સંવિધાનિક જવાબદારી પૂર્ણ કરવા માટે જ્યારે સત્ર બોલાવવું જરૂરી હતું ત્યારે માત્ર બે દિવસનું સત્ર બોલાવીને ભાજપ લોકશાહીની મશ્કરી કરવાનો પ્રયાસ કરી રહી છે. વિધાનસભા પાસે સરકારી કામ એ સરકારનો અધિકાર છે, પરંતુ બિનસરકારી કામકાજ એ વિધાનસભા સત્રના નક્કી કરેલ દિવસો ઉપર નિર્ભર હોય છે. તારાંકિત પ્રશ્નોત્તરી, ખાનગી મેમ્બર બિલ અને વિવિધ વિધાનસભાના નિયમો તળે પ્રતિદિન લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે ચૂંટાયેલ પદાધિકારીને મળેલ અધિકારને અવરોધવા માટે ગુજરાતમાં વિધાનસભાના સત્રના દિવસો ઘટાડવા માટે ભાજપ સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. વિધાનસભા સત્રના બે દિવસો પૈકી દિવંગત આત્માઓને શોકાંજલિ અર્પીને પહેલો દિવસ સીમિત થવાની સંભાવનાઓ છે ત્યારે ચોમાસુ સત્રમાં - દિવસ એક, સમસ્યો અનેક - ત્યારે સામાન્ય માણસની વેદનાઓને વાચા આપવા માટે આ દિવસો પૂરતા નથી.

ભૂતકાળની પરંપરાઓને પુનઃ જીવિત કરી લોકોની સમસ્યાઓ અને અપેક્ષાઓને સરકાર સુધી પહોંચાડવા માટે એનાપર તંદુરસ્ત ચર્ચાઓ થાય તે માટે વિધાનસભા સત્રના દિવસોકાયમી ધોરણે વધારવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની હંમેશાલાગણી અને માંગણી રહી છે. શિક્ષણમાં વધતી માફિયાગીરી,રોજગારીના ઘટતા અવસરો, ખેતી અને ખેડૂતની અવગણના લઈને ઉભી થયેલ સમસ્યાભઓ સહિત વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા માટે મુખ્યખમંત્રીને સંબોધીને વિરોધપક્ષે કરેલ રજૂઆત એ તમામ મુદ્દાઓની તંદુરસ્તીથી વિધાનસભામાં ચર્ચા થાય અને એવા સળગતા પ્રશ્નો અને સમસ્યાસઓનું સંવાદના માધ્યજમથી સુખદ નિરાકરણ લાવવા વિધાનસભાના દિવસો વધારવા કોંગ્રેસ પક્ષની લાગણી અને માંગણી છે.

(10:06 pm IST)
  • અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 120 એસટી બસ મુકાશે :5,50 કરોડની આવકનો અંદાજ :હાલનું કાયમી બસ સ્ટેન્ડ મેળા દરમિયાન અઠવાડિયું બંધ :પાંચ અન્ય સ્થળે હંગામી બસ સ્ટેન્ડ બનાવી નવ બુથ ઉપરથી એસ,ટી,બસ વિવિધ રૂટ પર દોડાવાશે:રાજ્ય એસ. ટી. નિગમ મા જનરલ મેનેજર નિખીલ બિરવેએ આપી માહીતી access_time 11:01 pm IST

  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST

  • સુરત :સ્વાઈન ફ્લુમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો:કુલ પોઝિટિવ કેસનો આંકડો 11 થયો :45 વર્ષીય પુરુષનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ :હાલમાં 7 લોકો સારવાર હેઠળ access_time 11:57 pm IST