Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

વડોદરામાં દેશનું પ્રથમ થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી દર્દીના પગની ઘૂંટીનું સફળ ઓપરેશન

 

વડોદરામાં દેશનું પ્રથમ થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને  દર્દીના પગની ઘૂંટીનું સફળ ઓપરેશન કર્યું છે છોટાઉદેપુર જિલ્લાના ગુડા ગામના યુવાન સુરતાન રાઠવાના જમણા પગની ઘૂંટીનું હાડકું બહાર નીકળી ગયું હતું. પગ કાપવો પડે તેવી સ્થિતી હતી.પરંતુ, વડોદરાના ઓર્થોપેડિક સર્જને જેતે સમયે એક પગ કાપવાની વાતથી નાસીપાસ થઇ ગયેલા આદિવાસી યુવાનની ઘુંટીનું થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીની મદદથી ઓપરેશન કરીને પગ બચાવી લીધો છે. થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘૂંટીનું સફળ ઓપરેશન થયું હોય તેવો પ્રથમ કિસ્સો છે.

  અંગેની વિગત મુજબ ગુડા ગામમાં ખેતી અને પરચૂરણ સામાન વેચવાની દુકાન ધરાવતો સુરતાન ગોપલાભાઇ રાઠવા (ઉં..32) ગત તા.14-3-018ના રોજ પોતાની મોટર સાઇકલ લઇને જામલી રોડ ઉપરથી સાંજના સમયે પસાર થઇ રહ્યો હતો. તે સમયે બોલેરો જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સુરતાન રાઠવાના જમણા પગમાં સાથળ, ઘૂંટણની નીચે અને પગના તળીયા પાસેની ઘૂંટીમાં ભયંકર ફેક્ચર થયું હતું. પગના તળીયા પાસેની પગની ઘૂંટીનું તો હાડકુ નીકળીને રોડ ઉપર પડી ગયું હતું.

   ગંભીર અકસ્માતનો ભોગ બનેલા સુરતના રાઠવાને પ્રાથમિક સારવાર ઝોઝ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવી હતી. જ્યાંથી બોડેલી ખાતે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, પગને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેણે તુરતજ શનશાઇન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેના સાથળ અને ઘૂંટણની નીચેના ભાગના બે ઓપરેશન બાદ ઓર્થોપેડિક સર્જન ડો. રાજીવ શાહે તેની ઘૂંટીનું થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીની મદદથી સફળ ઓપરેશન કર્યું હતું.

(12:54 am IST)