Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

નવભારતના નિર્માણ કાજે યુવા શક્તિ આગળ વધેઃ સરકારી યોજનાનો લાભ ગામડે-ગામડે પહોંચાડેઃ દિગ્વિજય દિવસે યુવા મોરચા દ્વારા આયોજીત વિશાળ યુવા સંમેલન જી.અેમ.ડી.સી. ઓડિટોરીયમ હોલ-અમદાવાદ ખાતે યોજાયુઃ અજય ભારત અટલ ભારત-નારાને દેશભરમાં ગુંજતો કરવા યુવા શક્તિને આહવાન કરતા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

અમદાવાદઃ સ્‍વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્‍વ કરીને દુનિયાને અચંબામાં મુકીને ભારતની સાંસ્‍કૃતિનો પરિચય કરાવ્‍યો, તે દિવસને દિગ્‍વિજય દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજીત યુવા સંમેલન જી.એમ.ડી.સી.ઓડિટોરીયમ, અમદાવાદ ખાતે યોજાયું હતું આ યુવા સંમલેનમાં વિશાળ સંખ્‍યામાં યુવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહયાં હતા અને યુવાઓનો પ્રેરક માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, નાયબ મુખ્‍યમંત્રીશ્રી નિનીનભાઇ પટેલ, રાષ્‍ટ્રીય યુવા મહામંત્રીશ્રી અભિજીત મિશ્રા, કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદેશ યુવા અધ્‍યક્ષ ઋત્‍વિજ પટેલ, સાંસદશ્રીઓ, તેમજ ધારાસભ્‍યશ્રીઓ અને કાર્યકતા યુવાઓને સંબોધતા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતુ કે, ‘‘અજય ભારત અટલ ભાજપ’’ નારાને દેશભરમાં ગુંજતો કરીને દેશને વિકસની ટોચ પર લઇ જવા યુવા શકિત કામે લાગે, તેવું પ્રેરક આહવાન મુખ્‍યમંત્રીશ્રી રૂપાણીએ કર્યુ હતું રાષ્‍ટ્ર નિર્માણ અને નયા ભારતના નિર્માણમાં યુવા શકિતનો પરિશ્રમ રંગ લાવશે તેવો મને વિશ્વાસ છે અને ર૦૧૯માં ફરી દેશમાં ભાજપની સત્તા આવશે અને ગત ચૂંટણી કરતા વધુ બેઠકો મેળવીને આપણે યુવા શકિતનો પરિચય આપવાનો છે.

જેમ સ્‍વામી વિવેકાનંદે શિકાગોની ધર્મ પરિષદમાં ‘‘માય બ્રધર્સ એન્‍ડ સિસ્‍ટર્સ’’ના સંબોધનથી આખા હોલમાં નવી ચેતના જગાડી અને માનવતા નો સંદેશ પ્રસરાવ્‍યો હતો, એજ રીતે આપણે પણ ભારત દુનિયામાં મહાસત્તા બને તે માટે આપણે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવાના છે અને દુનિયામાં શાંતિ, દેશમાં ક્રાંતિ લાવીને આવતી કાલના નયા ભારતનું નિર્માણ કરવાનું છે, યુવા શકિતએ એક પાવર છે. આપણા દેશના વડાપ્રધાન તમામ ક્ષેત્રે વિકાસ અને પ્રગતિની કમર કસી છે. ભારતનું નામ દુનિયામાં રોશન કરવા રાત-દિવસ મહેનત કરી રહયાં છે. તેમાં સહયોગ કરીએ.

આજના આ સંમેલનના દિવસે આપણે સૌએ સંકલ્‍પ કરવાનો છે. દેશની દિશા બદલવા દેશને આગળ ધપાવવા પ્રગતિ દ્વારા વિશ્વગુરૂ બનાવવા કટિબધ્‍ધ બનીએ.

વિરોધીઓ એક બીજાના મોઢા જોવા તૈયાર ન હતા મોઢા જોવા માંગતા ન હતા તે આજે મોરચો પાડીને એક થઇને જાતિવાદ, પ્રાંતવાદ અને જાતિપાતિની રાજનિતી કરે છે. અને નરેન્‍દ્રભાઇને હરાવવા માટે, આગળ વધતા રોકવા માટે એક જૂટ થાય છે પણ ભારતીય જનતા પાર્ટીની મજબૂતાઇ અને સંગઠન શકિત એક તાકાત છે. 

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગામડાના છેવાડાના માનવીના વિકાસ માટે જરૂરીયાતમંદ લાભાર્થી સુધી જન ધન યોજના, ઉજ્જવલા યોજના, સ્‍વચ્‍છ ભારત અભિયાન, આયુષ્‍યમાન ભારત, આરોગ્‍ય, કૃષિ, શિક્ષણ અને યુવાશકિત માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે જેનો દેશના ગરીબ અને વંચિતોને તેના લાભ મળી રહયાં છે. અને છેવાડાના માનવીને વિકાસનો અહેસાસ અને ફળ મળી રહયાં છે. સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર ને લઇને દેશ આગળ વધી રહયો છે, દેશ બદલાઇ રહયો છે. અને તેના પરિણામ સ્‍વરૂપે આજે દેશમાં શ્રી અમિતભાઇ શાહના રાષ્‍ટ્રીય નેતૃત્‍વમાં ૧૯ રાજયોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે. જયારે એક સમયે કોંગ્રેસ પાસે બધીજ એમની સરકારો હતી અને આજે દેશમાંથી ક્રોંગ્રેસ સાફ થઇ ગઇ છે. આજે શ્રી રાહુલ ગાંધી કયાં ને શ્રી નરેન્‍દ્રભાઇ  કયાં કોઇ સ્‍પર્ધા થઇ શકે તેમ નથી. હવે તેઓ કૈલાસ માનસરોવરની યાત્રાએ જાય છે. મંદિર જાય છે અને જનોઇ દેખાડે છે. વોટબેંકની રાજનિતિ કરે છે અને દેશનું જે થવું હોય તે થાય જયારે આપણે સત્તાને સેવા માટે છેવાડાના માનવીના પ્રશ્નો હલ થાય તે દિશામાં કામ કરી રહયાં છીએ.

ભાજપ સરકાર યુવાનોને કામ, ખેડૂતોને સહી દામ, હર હાથ કો કામ, એક ભારત શ્રેષ્‍ઠ ભારત સ્‍વપ્‍નને સાકાર કરવા જઇ રહયાં છીએ. સાડા છ કરોડ ગુજરાતીઓ એક થઇને ભારતને ઉન્નત મસ્‍તકે આગળ વધારવા સૌ સંકલ્‍પબધ્‍ધ બનીએ, કટીબધ્‍ધ બનીએ તેવી યુવાઓને હાંકલ કરી હતી. આદરણીય અટલજી કહેતા કે, ‘‘અંધેરા છટેગા, સૂરજ નિકલેગા કમલ ખિલેગા’’

(5:50 pm IST)
  • તાપી:કાકરાપાર પોલીસ મથકમાં નોંધાયેલ 12 વર્ષીય બળા સાથેનો દુષ્કર્મ મામલો:બાળકીની માતા દ્વારા બાળકીના પિતા અને અન્ય એક વ્યક્તિ પર કરાઈ હતી બળાત્કાર ની ફરિયાદ: બાળકીએ સુરત સિવિલમાં હાલ થોડા દિવસ અગાઉ આપ્યો હતો બાળકને જન્મ:બાળકના ડીએનએ શકમંદો સાથે ટેસ્ટ કરતા થયો ખુલાસો:શકમંદ પિતા અને અન્ય એક ઈસમના ડીએનએ બાળક સાથે મેચ ન થયા:પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 12:03 am IST

  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST

  • અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 120 એસટી બસ મુકાશે :5,50 કરોડની આવકનો અંદાજ :હાલનું કાયમી બસ સ્ટેન્ડ મેળા દરમિયાન અઠવાડિયું બંધ :પાંચ અન્ય સ્થળે હંગામી બસ સ્ટેન્ડ બનાવી નવ બુથ ઉપરથી એસ,ટી,બસ વિવિધ રૂટ પર દોડાવાશે:રાજ્ય એસ. ટી. નિગમ મા જનરલ મેનેજર નિખીલ બિરવેએ આપી માહીતી access_time 11:01 pm IST