Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતિ ભાનુશાલીનું રાજીનામુ :

સુરતમાં દુષ્કર્મની ફરિયાદ એક ષડ્યંત્ર :જ્યાં સુધી નિર્દોષ સાબિત નહીં થાય ત્યાં સુધી સક્રિય રાજકારણને અલવિદા

અમદાવાદ: કચ્છના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીએ  ઉપાધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધું છે જયંતી ભાનુશાળી લેખિતમાં જણાવ્યું છે કે સુરતમાં તેની સામે થયેલી દુષ્કર્મની ફરિયાદ એ એમની સામેનું એક ષડયંત્ર છે. જ્યાં સુધી તેઓ નિર્દોષ સાબિત નહીં થાય ત્યાં સુધી તેઓ રાજકારણમાં સક્રિય રહી શકે નહીં.

  અત્રે ઉલ્લેખનીય છે કે જયંતી ભાનુશાળી ઉપર એક યુવતીએ દુષ્કર્મની લેખિત ફરિયાદ સુરત પોલીસ સ્ટેશનમાં કરી હતી. જયંતી ભાનુશાળીએ કહ્યું હતું કે મારા અને મારા કુટુંબ પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. મારા રાજકીય જીવનને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે.

(1:11 pm IST)
  • અમરેલી-ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદના મોત: વાડીએથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ :બન્ને બળદના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું access_time 10:02 pm IST

  • ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાઈ ભાનુશાળી પર બળાત્કારના આરોપનો મુદ્દો : સુરત પોલીસ કમિશ્નરનુ ટેલિફોનિક નિવેદન :અરજીની તપાસ કાપોદ્રા પોલીસ સ્ટેશનના PIને સોંપવામાં આવી: પહેલા પ્રાથમિક અરજીની તપાસ કરવામાં આવશે બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે access_time 12:13 am IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST